Gandhinagar: અડાલજ પોલીસ સ્ટેશનમાં ભરાયા વરસાદી પાણી, લોકોને ભારે હાલાકી

ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની હાલત કફોડી બનીલાંબા સમયથી ભરાયેલા પાણીને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને પણ ભારે હાલાકી ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો ઝડપી નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળાની ભીતી ગાંધીનગરમાં વરસાદી માહોલમાં અડાલજ પોલીસ સ્ટેશનની હાલત કફોડી બની છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે અડાલજ પોલીસમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે અડાલજ પોલીસ સ્ટેશનમાં ઘુંટણસમા પાણીથી પોલીસ સ્ટાફ પરેશાન થઈ ગયો છે. પોલીસ ક્વાર્ટરના પરિવારજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે વરસાદના વિરામ બાદ પણ છેલ્લા અઠવાડિયાથી પોલીસ સ્ટેશનના મુખ્ય માર્ગ પર ઘુંટણસમા પાણીને કારણે પોલીસ સ્ટાફ તેમજ અરજદારો ઉપરાંત પોલીસ ક્વાર્ટરના પરિવારજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લાંબા સમયથી ભરાયેલા પાણીને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિઝાસ્ટર વિભાગને જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ હલ આવ્યો નહીં પોલીસ તંત્ર દ્વારા અડાલજ ગ્રામ પંચાયત તેમજ ડિઝાસ્ટર વિભાગને જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી. ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો ઝડપી નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. ગાંધીનગર સીટી બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાયા તમને જણાવી દઈએ કે ગાંધીનગર સીટી બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને સેક્ટર 6માં આવેલા સીટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ પર જ પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કોર્પોરેશન સંચાલિત બસ સેવા અહીંયાથી ઓપરેટ થાય છે. ગઈકાલે રાતે જ ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં 2 ઈંચ વરસાદ રાતે વરસ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. 4થી 5 સપ્ટેમ્બરે બીજું લો પ્રેશર સર્જાશે અને તેના કારણે વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં 3થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

Gandhinagar: અડાલજ પોલીસ સ્ટેશનમાં ભરાયા વરસાદી પાણી, લોકોને ભારે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની હાલત કફોડી બની
  • લાંબા સમયથી ભરાયેલા પાણીને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને પણ ભારે હાલાકી
  • ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો ઝડપી નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળાની ભીતી

ગાંધીનગરમાં વરસાદી માહોલમાં અડાલજ પોલીસ સ્ટેશનની હાલત કફોડી બની છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે અડાલજ પોલીસમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે અડાલજ પોલીસ સ્ટેશનમાં ઘુંટણસમા પાણીથી પોલીસ સ્ટાફ પરેશાન થઈ ગયો છે.

પોલીસ ક્વાર્ટરના પરિવારજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે વરસાદના વિરામ બાદ પણ છેલ્લા અઠવાડિયાથી પોલીસ સ્ટેશનના મુખ્ય માર્ગ પર ઘુંટણસમા પાણીને કારણે પોલીસ સ્ટાફ તેમજ અરજદારો ઉપરાંત પોલીસ ક્વાર્ટરના પરિવારજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લાંબા સમયથી ભરાયેલા પાણીને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડિઝાસ્ટર વિભાગને જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ હલ આવ્યો નહીં

પોલીસ તંત્ર દ્વારા અડાલજ ગ્રામ પંચાયત તેમજ ડિઝાસ્ટર વિભાગને જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી. ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો ઝડપી નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળાની ભીતી સેવાઈ રહી છે.

ગાંધીનગર સીટી બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાયા

તમને જણાવી દઈએ કે ગાંધીનગર સીટી બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને સેક્ટર 6માં આવેલા સીટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ પર જ પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કોર્પોરેશન સંચાલિત બસ સેવા અહીંયાથી ઓપરેટ થાય છે. ગઈકાલે રાતે જ ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં 2 ઈંચ વરસાદ રાતે વરસ્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી

ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. 4થી 5 સપ્ટેમ્બરે બીજું લો પ્રેશર સર્જાશે અને તેના કારણે વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં 3થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે.