Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદ સાથે આ શહેરોમાં એલર્ટ જાહેર

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દીવ, દમણમાં ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમાં ભાવનગર, ગાંધીનગર, ખેડામાં યલો એલર્ટ છે. તથા સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ સાથે છોટાઉદેપુર, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ તેમજ વલસાડ, નવસારીમાં હળવા વરસાદની આગાહી છે. આ વર્ષે ચોમાસુ સીઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી આ વર્ષે ચોમાસુ સીઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. જ્યારે અડધું ચોમાસું પુર્ણ થયા બાદ જ સિઝનનો 100 ટકા વરસાદ પડી ગયો હતો. જ્યારે સીઝનનાં કુલ વરસાદની વાત કરવામાં આવે તો વર્ષ-1985 બાદ આ સીઝનમાં 77 ઈંચ વરસાદ પડતાં છેલ્લા 39 વર્ષનો રેકર્ડ તુટ્યો છે. જેમાં પણ છેલ્લાં દસ વર્ષનાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વર્ષ-2020માં 34 ઈંચ જ્યારે આ વર્ષે 17 ઈંચ જેટલો નોંધાયો છે. આમ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું ઋતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિદાય લેશે તેવી શક્યતાઓ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસુ વિદાય લેશે તેવું હાલની સ્થિતીને જોતા લાગી રહ્યું છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગનાં ધીંમતભાઈ વઘાસિયાનાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં મેઘ મહેરથી જળબંબાકારની પરિસ્થિતી જોવા મળી હતી. જેના પગલે જિલ્લાભરનાં જળનાં સ્ત્રોત જેવા કે નદી, ઝરણા, ડેમ, નાળા, ચેક ડેમો, કુવા અને બોર સહિતનાં જળસ્ત્રોત છલોછલ થયા છે. ત્યારે વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 39 વર્ષનો રેકોર્ડ આ વર્ષે તુટ્યો છે. હજુ તો આગામી એકથી દોઢ મહિના દરમ્યાન હળવા મધ્યમ અને છુટા છુવાયા વરસાદ પડવાની શક્યાઓ રહેલી છે. પરંતુ આ સિઝનમાં જ વર્ષ-1985 બાદ સિઝનનો રેકર્ડ બ્રેક 78 ઈંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ચોમાસુ કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી શરૂ થતુ હોય છે. અને ત્યાંથી જ વિદાય લેતું હોય છે. જ્યારે વરસાદનાં વિરામની વાત કરવામાં આવે તો આ વર્ષે પણ ચોમાસું સમયસર વિદાય લે તેવી શક્યતાઓ હાલ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારણ કે ગુજરાત, સૌરાષ્ટ્રના પવની દિશા સ્પટેમ્બર મહિનાનાં અંતમાં બદલાશે. જેથી વરસાદનાં વળતા પવન શરૂ થવાની સાથે જ ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ ચોમાસુ વિદાય લેશે તેવું હાલની સ્થિતીને જોતા લાગી રહ્યું છે.

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદ સાથે આ શહેરોમાં એલર્ટ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દીવ, દમણમાં ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમાં ભાવનગર, ગાંધીનગર, ખેડામાં યલો એલર્ટ છે. તથા સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ સાથે છોટાઉદેપુર, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ તેમજ વલસાડ, નવસારીમાં હળવા વરસાદની આગાહી છે.

આ વર્ષે ચોમાસુ સીઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી

આ વર્ષે ચોમાસુ સીઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. જ્યારે અડધું ચોમાસું પુર્ણ થયા બાદ જ સિઝનનો 100 ટકા વરસાદ પડી ગયો હતો. જ્યારે સીઝનનાં કુલ વરસાદની વાત કરવામાં આવે તો વર્ષ-1985 બાદ આ સીઝનમાં 77 ઈંચ વરસાદ પડતાં છેલ્લા 39 વર્ષનો રેકર્ડ તુટ્યો છે. જેમાં પણ છેલ્લાં દસ વર્ષનાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વર્ષ-2020માં 34 ઈંચ જ્યારે આ વર્ષે 17 ઈંચ જેટલો નોંધાયો છે. આમ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું ઋતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિદાય લેશે તેવી શક્યતાઓ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ચોમાસુ વિદાય લેશે તેવું હાલની સ્થિતીને જોતા લાગી રહ્યું છે

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગનાં ધીંમતભાઈ વઘાસિયાનાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં મેઘ મહેરથી જળબંબાકારની પરિસ્થિતી જોવા મળી હતી. જેના પગલે જિલ્લાભરનાં જળનાં સ્ત્રોત જેવા કે નદી, ઝરણા, ડેમ, નાળા, ચેક ડેમો, કુવા અને બોર સહિતનાં જળસ્ત્રોત છલોછલ થયા છે. ત્યારે વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 39 વર્ષનો રેકોર્ડ આ વર્ષે તુટ્યો છે. હજુ તો આગામી એકથી દોઢ મહિના દરમ્યાન હળવા મધ્યમ અને છુટા છુવાયા વરસાદ પડવાની શક્યાઓ રહેલી છે. પરંતુ આ સિઝનમાં જ વર્ષ-1985 બાદ સિઝનનો રેકર્ડ બ્રેક 78 ઈંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ચોમાસુ કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી શરૂ થતુ હોય છે. અને ત્યાંથી જ વિદાય લેતું હોય છે. જ્યારે વરસાદનાં વિરામની વાત કરવામાં આવે તો આ વર્ષે પણ ચોમાસું સમયસર વિદાય લે તેવી શક્યતાઓ હાલ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારણ કે ગુજરાત, સૌરાષ્ટ્રના પવની દિશા સ્પટેમ્બર મહિનાનાં અંતમાં બદલાશે. જેથી વરસાદનાં વળતા પવન શરૂ થવાની સાથે જ ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ ચોમાસુ વિદાય લેશે તેવું હાલની સ્થિતીને જોતા લાગી રહ્યું છે.