Gandhinagarમા નિવૃત બેંક કર્મચારીને શેર બજારમાં રોકાણ કરવાના નામે પડાવ્યા 61 લાખ
ગાંધીનગરમાં નિવૃત્ત બેંક કર્મચારી સાથે લાખોની છેતરપિંડી થઈ છે,જેમાં સ્ટોક માર્કેટમાં રોકાણના નામે 61લાખની છેતરપિંડી કરવામાં આવી છે.આ બાબતે ગાંધીનગર સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે,અલગ-અલગ ગ્રુપોમાં લિંકો મોકલીને તેમની પાસે રોકાણ કરવવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે જેને લઈ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે. ગ્રુપોમાં લિંકો મોકલીને કરાવ્યું રોકાણ ગાંધીનગરમાં નિવૃત બેંક કર્મચારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં બેંક કર્મચારીને અલગ-અલગ વોટસઅપ ગ્રુપોમાં એડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસે રોકાણ કરાવવાના બહાને રૂપિયાની માંગણી કરવામાં આવે છે,આ નિવૃત કર્મચારી દ્રારા અલગ-અલગ દિવસે રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને કુલ મળીને 61 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જયારે રોકાણને લઈ વળતર માંગવામા આવ્યું ત્યારે ખબર પડી કે તેમની પાસે છેતરપિંડી થઈ છે. વોટ્સએપ મેસેજના આધારે કરાવ્યું હતું રોકાણ નિવૃત બેંક કર્મચારીને અલગ-અલગ ગ્રુપમાં લિંક મોકલીને રોકાણ કરાવવામાં આવ્યું છે,ગઠીયાઓએ અલગ-અલગ 12 બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા,ત્યારે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.બેંકના નિવૃત મેનેજરનું કહેવું છે કે આ તમામ રૂપિયા અલગ-અલગ દિવસે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.જે નંબર પરથી રૂપિયા માંગવામાં આવ્યા હતા તે નંબરનું વોટસઅપ પણ દેખાતું નથી જેને લઈ નિવૃત કર્મચારી ચિંતામાં મૂકાયા હતા. સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં નિવૃત્ત બેંક કર્મચારી સાથે લાખોની છેતરપિંડી થઈ છે,જેમાં સ્ટોક માર્કેટમાં રોકાણના નામે 61લાખની છેતરપિંડી કરવામાં આવી છે.આ બાબતે ગાંધીનગર સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે,અલગ-અલગ ગ્રુપોમાં લિંકો મોકલીને તેમની પાસે રોકાણ કરવવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે જેને લઈ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.
ગ્રુપોમાં લિંકો મોકલીને કરાવ્યું રોકાણ
ગાંધીનગરમાં નિવૃત બેંક કર્મચારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં બેંક કર્મચારીને અલગ-અલગ વોટસઅપ ગ્રુપોમાં એડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસે રોકાણ કરાવવાના બહાને રૂપિયાની માંગણી કરવામાં આવે છે,આ નિવૃત કર્મચારી દ્રારા અલગ-અલગ દિવસે રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને કુલ મળીને 61 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જયારે રોકાણને લઈ વળતર માંગવામા આવ્યું ત્યારે ખબર પડી કે તેમની પાસે છેતરપિંડી થઈ છે.
વોટ્સએપ મેસેજના આધારે કરાવ્યું હતું રોકાણ
નિવૃત બેંક કર્મચારીને અલગ-અલગ ગ્રુપમાં લિંક મોકલીને રોકાણ કરાવવામાં આવ્યું છે,ગઠીયાઓએ અલગ-અલગ 12 બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા,ત્યારે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.બેંકના નિવૃત મેનેજરનું કહેવું છે કે આ તમામ રૂપિયા અલગ-અલગ દિવસે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.જે નંબર પરથી રૂપિયા માંગવામાં આવ્યા હતા તે નંબરનું વોટસઅપ પણ દેખાતું નથી જેને લઈ નિવૃત કર્મચારી ચિંતામાં મૂકાયા હતા.
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.
1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.
3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.
4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.
5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.