Gandhinagarના જુના સચિવાલયમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના જુના સચિવાલયમાં આગની ઘટના બની છે. જુના સચિવાલયના બ્લોક નંબર 7માં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગની ઘટના બની છે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી છે. આગની ઘટના અંગેની જાણકારી તાત્કાલિક ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો છે. સર્વર રૂમમાં બેટરીઓ અને ભંગાર હોવાના કારણે આગ લાગી હતી.
26 નવેમ્બર 2024એ જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં લાગી હતી આગ
તમને જણાવી દઈએ કે અગાઉ પણ ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બની હતી. જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ટીમ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં ત્રીજા માળે કોમ્પ્યુટર ડેસ્ક આગળ લાગી હતી આગ
ઉલ્લેખનીય છે કે જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ લાગવાની ઘટના બની હતી. શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં ત્રીજા માળે કોમ્પ્યુટર ડેસ્ક આગળ આગ લાગવાની ઘટના બની હતી અને ઓફિસ બંધ હોવાના કારણે ધુમાડો વધુ થયો હતો અને બારીઓના કાચ તોડી ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારે આગની ઘટના બનતા જ આસપાસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો, જો કે રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત થવાની ઘટના બની નહતી.
What's Your Reaction?






