Gadhada: રાજાશાહી સમયનો રમાઘાટ ડેમ છલકાતા લોક હૈયા હિલ્લોળે ચડયા

ભાવનગર રાજ્યના દિવાન અનંતરાય પટ્ટણીના માતા રમાબેનના નામ કરણથી આજે ઘેલા નદી ઉપર રમાઘાટ ડેમ જોવા મળી રહ્યો છે. તેનું નિર્માણ રાજાશાહીના સમય દરમ્યાન થયું હતું. આ રમાઘાટના નિર્માણમાં અનંતરાય પટ્ટણી અને ગોપીનાથજી દેવમંદિરનો વિશિષ્ટ ફાળો રહ્યો છે.જળઝીલણીનો સમૈયો પણ આ સ્થળે જ થાય છે વર્ષ 1941ના ઓગસ્ટ મહિનામાં દીવાન અનંતરાય પટ્ટણી અને દેશભરમાં પાણી અને ડેમના બાંધકામના કામોના નિષ્ણાંત સર એમ. વિશ્વેશ્વરૈયા હરિપરના તળાવો જોવા માટે આવેલા અને ત્યારે દીવાન અનંતરાય પટ્ટણી તેમને લઈને ઘેલા નદીના કાંઠે ખળખળિયા પર આવ્યા. મૂળ કારણ એ પણ હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જળઝીલણીનો સમૈયો પણ આ સ્થળે જ થાય છે. અહીં કાયમ પાણી રહે તે માટે યોજના કરવાનો સંપ્રદાયનો ઘણા વર્ષનો વિચાર હતો. આ રીતે ડેમ બનાવવાનો વિચાર આવ્યો એટલે મંદિરના ટ્રસ્ટી એવા શેઠ મોહનભાઈ વિશ્વેશ્વરૈયાને આગ્રહ કરીને ત્યાં લઈ ગયા અને પૂછ્યું કે “આ સ્થળે જળાશય થઈ શકે કે નહીં? આસપાસ નજર કરીને વિશ્વેશ્વરૈયા સાહેબે જવાબ આપ્યો કે ડેમ જરૂર બનાવી શકાય. આ સમયે ભાવનગર સ્ટેટના એન્જિનિયર ઉપેન્દ્રભાઈ ભટ્ટ પણ હાજર હતા. તેમને કહેવામાં આવ્યું કે જો દીવાન આજ્ઞા આપે અને મંદિર ખર્ચ કરવા માટે તૈયાર થાય તો નકશો અને ખર્ચનું બજેટ તૈયાર કરો. 1941માં કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે વિશ્વેશ્વરૈયા સાહેબે બંને કાંઠા ઉપરથી કુદરતી ટેકરાઓ જોઈને કહ્યું કે “પાક્કો બંધ બાંધવામાં આવે તો પાણીનું સુખ થાય. આમ ઐતિહાસિક અને મંદિરની લોકભાગીદારીથી બનેલા રમાઘાટ ડેમનું નિર્માણ કાર્ય 19-12-1941થી શરૂ કરવામાં આવ્યું, દરરોજ 40-50 કડીયા અને 300-400 મજૂરો દ્વારા કામ કરીને 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતુ. રમાઘાટ ડેમ છલકાતા સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે જો કે આ ચોમાસામાં ઓછા વરસાદના કારણે રમાઘાટ ડેમમાં નહિવત પાણી હતુ. પરંતુ સૌની યોજના અંતર્ગત ડેમમાં પાણી ભરવા માટે ગઢડા પંથકના ખેડૂતો અને આગેવાનો તેમજ સમૈયા નિમિત્તે મંદિર સહિતે સરકારમાં રજૂઆત કરી હતી. જે અનુસંધાને સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત લીંબાળી ડેમનું પાણી છોડવામાં આવતા રમાઘાટ ડેમ છલકાઈ જતા સતત વહેતા પાણીના પ્રવાહથી સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઢડા માટે નજીકના વિસ્તારો માટે જીવાદોરી સમાન ગણાતો રમાઘાટ ડેમ પૂર્ણ રીતે ભરાઈને છલકાતા ગઢડા શહેર તેમજ તાલુકાના આજુબાજુના ગામના ખેડૂતો અને સ્થાનિકોને સિંચાઈના પાણી માટેના જળસ્ત્રોતો ફરી જીવંત થતાં લાભ મળશે. આ ડેમ પાણીથી છલકાતા શહેરીજનો પરિવાર બાળકો સાથે નજારો જોવા માટે પહોંચી રહ્યા છે.

Gadhada: રાજાશાહી સમયનો રમાઘાટ ડેમ છલકાતા લોક હૈયા હિલ્લોળે ચડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર રાજ્યના દિવાન અનંતરાય પટ્ટણીના માતા રમાબેનના નામ કરણથી આજે ઘેલા નદી ઉપર રમાઘાટ ડેમ જોવા મળી રહ્યો છે. તેનું નિર્માણ રાજાશાહીના સમય દરમ્યાન થયું હતું. આ રમાઘાટના નિર્માણમાં અનંતરાય પટ્ટણી અને ગોપીનાથજી દેવમંદિરનો વિશિષ્ટ ફાળો રહ્યો છે.

જળઝીલણીનો સમૈયો પણ આ સ્થળે જ થાય છે

વર્ષ 1941ના ઓગસ્ટ મહિનામાં દીવાન અનંતરાય પટ્ટણી અને દેશભરમાં પાણી અને ડેમના બાંધકામના કામોના નિષ્ણાંત સર એમ. વિશ્વેશ્વરૈયા હરિપરના તળાવો જોવા માટે આવેલા અને ત્યારે દીવાન અનંતરાય પટ્ટણી તેમને લઈને ઘેલા નદીના કાંઠે ખળખળિયા પર આવ્યા. મૂળ કારણ એ પણ હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જળઝીલણીનો સમૈયો પણ આ સ્થળે જ થાય છે. અહીં કાયમ પાણી રહે તે માટે યોજના કરવાનો સંપ્રદાયનો ઘણા વર્ષનો વિચાર હતો.


આ રીતે ડેમ બનાવવાનો વિચાર આવ્યો

એટલે મંદિરના ટ્રસ્ટી એવા શેઠ મોહનભાઈ વિશ્વેશ્વરૈયાને આગ્રહ કરીને ત્યાં લઈ ગયા અને પૂછ્યું કે “આ સ્થળે જળાશય થઈ શકે કે નહીં? આસપાસ નજર કરીને વિશ્વેશ્વરૈયા સાહેબે જવાબ આપ્યો કે ડેમ જરૂર બનાવી શકાય. આ સમયે ભાવનગર સ્ટેટના એન્જિનિયર ઉપેન્દ્રભાઈ ભટ્ટ પણ હાજર હતા. તેમને કહેવામાં આવ્યું કે જો દીવાન આજ્ઞા આપે અને મંદિર ખર્ચ કરવા માટે તૈયાર થાય તો નકશો અને ખર્ચનું બજેટ તૈયાર કરો.

1941માં કામગીરી શરૂ કરવામાં આવી

ત્યારે વિશ્વેશ્વરૈયા સાહેબે બંને કાંઠા ઉપરથી કુદરતી ટેકરાઓ જોઈને કહ્યું કે “પાક્કો બંધ બાંધવામાં આવે તો પાણીનું સુખ થાય. આમ ઐતિહાસિક અને મંદિરની લોકભાગીદારીથી બનેલા રમાઘાટ ડેમનું નિર્માણ કાર્ય 19-12-1941થી શરૂ કરવામાં આવ્યું, દરરોજ 40-50 કડીયા અને 300-400 મજૂરો દ્વારા કામ કરીને 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતુ.

રમાઘાટ ડેમ છલકાતા સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે

જો કે આ ચોમાસામાં ઓછા વરસાદના કારણે રમાઘાટ ડેમમાં નહિવત પાણી હતુ. પરંતુ સૌની યોજના અંતર્ગત ડેમમાં પાણી ભરવા માટે ગઢડા પંથકના ખેડૂતો અને આગેવાનો તેમજ સમૈયા નિમિત્તે મંદિર સહિતે સરકારમાં રજૂઆત કરી હતી. જે અનુસંધાને સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત લીંબાળી ડેમનું પાણી છોડવામાં આવતા રમાઘાટ ડેમ છલકાઈ જતા સતત વહેતા પાણીના પ્રવાહથી સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઢડા માટે નજીકના વિસ્તારો માટે જીવાદોરી સમાન ગણાતો રમાઘાટ ડેમ પૂર્ણ રીતે ભરાઈને છલકાતા ગઢડા શહેર તેમજ તાલુકાના આજુબાજુના ગામના ખેડૂતો અને સ્થાનિકોને સિંચાઈના પાણી માટેના જળસ્ત્રોતો ફરી જીવંત થતાં લાભ મળશે. આ ડેમ પાણીથી છલકાતા શહેરીજનો પરિવાર બાળકો સાથે નજારો જોવા માટે પહોંચી રહ્યા છે.