FRC દ્વારા વડોદરાની વિબગ્યોર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

May 30, 2025 - 20:30
FRC દ્વારા વડોદરાની વિબગ્યોર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Vibgyor School : વડોદરા ઝોન એફઆરસીએ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ વ્યાપી ગયો છે.

વડોદરા ઝોન એફઆરસીના સભ્ય કૃણાલ બ્રહ્મભટ્ટે એક વાતચીતમાં કહ્યું હતું કે, આ સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરાઈ રહ્યું નથી.વાલીઓ દ્વારા સ્કૂલ સામે છેલ્લા કેટલાક મહિનાઓમાં સંખ્યાબંધ વખત વધારે ફી લેવાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

તેમણે આગળ કહ્યું હતું કે, સ્કૂલને નોટિસ બોર્ડ પર એફઆરસીનો ફીનો ઓર્ડર નહીં મૂકવા બદલ એક લાખ રૂપિયા, એફઆરસીના નિયમ પ્રમાણે એક ક્વાર્ટરની જગ્યાએ બે ક્વાર્ટરની ફી વાલીઓ પાસેથી લેવા બદલ એક લાખ રૂપિયા, વાલીઓની ફરિયાદ બાદ ડીઈઓ કચેરી દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિને જરૂરી દસ્તાવેજો પૂરા નહીં પાડવા બદલ ત્રણ લાખ રૂપિયા અને એક જ કેમ્પસમાં પ્રી પ્રાઈમરી સ્કૂલ ચલાવવા માટે અને તેની ફી મંજૂર નહીં કરવા માટે પાંચ લાખ રૂપિયા એમ કુલ મળીને દસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0