Edible Oil Price Hike: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, જાણો ક્યારે મળશે રાહત?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી તહેવારોની સિઝન પહેલાં જ સામાન્ય જનતા અને ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ બંનેમાં સીધો રૂ. 10 નો ભાવવધારો નોંધાતા બજારમાં તેલના ડબ્બાના ભાવ નવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છે.
સિંગતેલ રૂ. 2900 ને પાર, કપાસિયા તેલમાં પણ ઉછાળો
તાજેતરમાં થયેલા ભાવવધારા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2900 ની સપાટી વટાવી ગયો છે. આ સાથે જ મધ્યમ વર્ગ માટે વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2795 સુધી પહોંચી ગયો છે. સતત વધી રહેલા ભાવના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને ચિંતામાં મુકાયા છે.
મોડી વાવણી બન્યું ભાવવધારાનું મુખ્ય કારણ
બજારના નિષ્ણાતો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવણી મોડી થવાના કારણે નવી આવક વિલંબિત થઈ છે. કાચા માલની અછત અને પુરવઠામાં વિલંબના કારણે સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવવધારો કરવો પડ્યો છે. આગામી દિવસોમાં પણ નવી આવક પૂરતી માત્રામાં શરૂ ન થાય, ત્યાં સુધી ભાવ ઊંચા રહેવાની કે હજુ વધવાની શક્યતા સેવાઈ રહી છે.
નવરાત્રી બાદ ખાદ્યતેલના ભાવ ઘટવાની આશા
જોકે, મોંઘવારીમાં પીસાતી જનતા માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. બજારના સર્વે મુજબ, નવરાત્રી બાદ નવી ફસલની મોટા પાયે આવક શરૂ થતાં જ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. નવરાત્રી અને દિવાળીની સિઝન પૂર્ણ થતા સુધીમાં તેલના ભાવ સામાન્ય સપાટી પર આવે તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Gujarat Weather Update: ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે યલો એલર્ટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

