Dwarka: સોશિયલ મીડિયા પર છેતરપિંડી આચરતા મધ્ય પ્રદેશના 'મામા-ભાણેજ' ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને છેતરતા મધ્ય પ્રદેશના બે ઠગબાજોની જોડીને સાયબર પોલીસે ઝડપી પાડી છે. આ મામા-ભાણેજની જોડી ફેસબુક પર શેરબજારમાં 100 ટકા નફાની ખોટી લાલચ આપી લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડતી હતી.
2 કરોડના ખોટા નફાની લાલચ આપી 41 લાખની છેતરપિંડી
આ ઠગબાજો "Nova Wealth" નામની ભ્રામક જાહેરાત ફેસબુક પર આપીને લોકોને ફસાવતા હતા. તેમણે એક ફરિયાદીને વિશ્વાસમાં લઈ ખોટી વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી અને તેમાં રોકાણ કરવાથી ૨ કરોડ રૂપિયાનો ખોટો નફો થયો હોવાનું દર્શાવ્યું હતું. આ ખોટા નફાની લાલચમાં આવીને ફરિયાદી પાસેથી આ ઠગ મામા-ભાણેજે ૪૧ લાખ રૂપિયાથી વધુની રકમની છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે આ બંને આરોપીઓને મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાંથી દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ પંકજ ઉર્ફે પિયુષ રાઠોડ (ભાણેજ) અને તેના મામા બસંત સોલંકી તરીકે થઈ છે, જેઓ રતલામ જિલ્લાના રહેવાસી છે.
8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ બંને ઠગબાજ જોડી પાસેથી કુલ રૂપિયા 8,14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે: રોકડ રકમ: રૂ. 6,91,000, મોબાઇલ ફોન: 7 નંગ, એક લેપટોપ, 13 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ. સાયબર ક્રાઇમ પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ રેકેટના અન્ય તાર અને અન્ય ભોગ બનેલા લોકો વિશે માહિતી મળી શકે.
What's Your Reaction?






