Dwarka Rain: જામ ખંભાળીયામાં મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે દ્વારકાના જામ ખંભાળિયામાં પણ વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે.ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા દ્વારકામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને હવે દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે પાણી ભરાય જવાને લઈને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેતા પાકને જીવતદાન મળ્યું છે.સાથે સાથે ડીસામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dwarka Rain: જામ ખંભાળીયામાં મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે દ્વારકાના જામ ખંભાળિયામાં પણ વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા

દ્વારકામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને હવે દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે પાણી ભરાય જવાને લઈને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો

આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેતા પાકને જીવતદાન મળ્યું છે.સાથે સાથે ડીસામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે.