Dwarka: સુદર્શન સેતુ બ્રિજ પર જાણો કોના પર પ્રતિબંધ મુકાયો
ઓખા-બેટ દ્વારકાને જોડતા બ્રિજ પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ તહેવાર નિમિતે ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નિર્ણય દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ છે. જેમાં ઓખા-બેટ દ્વારકાને જોડતા બ્રિજ પર પ્રતિબંધ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તહેવાર નિમિતે ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 22થી 27 ઓગસ્ટ સુધી ભારે વાહનો માટે બ્રિજ બંધ રહેશે. તેમાં ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે.સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનને પસાર થવા પર તંત્રએ રોક લગાવી ઓખા - બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનને પસાર થવા પર તંત્રએ રોક લગાવી છે. સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તા.22-8-2024થી તા.27-08-2024 સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2.32 કિમીની લંબાઇ સાથે, તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે. આ ફોર લેન સિગ્નેચર બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. જેને આસ્થાનો સેતુ નામ આપવામાં આવ્યું છે. દ્વારકા અને બેટ દ્વારકાની વર્ષે 20 લાખથી વધુ લોકો મુલાકાત લે છે. જ્યારે લોકો દ્વારકા દ્વારાકધીશના દર્શનાર્થે આવે છે તેઓ બેટ દ્વારકા જરુરથી જાય છે. જોકે, અત્યાર સુધી બેટ દ્વારકા બોટ મારફતે જ જવાતું હતું. પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા પગપાળા અને વાહનો મારફતે પણ આ બ્રિજ ઓળંગી બેટ દ્વારકા જઈ શકાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઓખા-બેટ દ્વારકાને જોડતા બ્રિજ પર પ્રતિબંધ
- અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ
- તહેવાર નિમિતે ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નિર્ણય
દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ છે. જેમાં ઓખા-બેટ દ્વારકાને જોડતા બ્રિજ પર પ્રતિબંધ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તહેવાર નિમિતે ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 22થી 27 ઓગસ્ટ સુધી ભારે વાહનો માટે બ્રિજ બંધ રહેશે. તેમાં ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે.
સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનને પસાર થવા પર તંત્રએ રોક લગાવી
ઓખા - બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનને પસાર થવા પર તંત્રએ રોક લગાવી છે. સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તા.22-8-2024થી તા.27-08-2024 સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે
આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2.32 કિમીની લંબાઇ સાથે, તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે. આ ફોર લેન સિગ્નેચર બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. જેને આસ્થાનો સેતુ નામ આપવામાં આવ્યું છે. દ્વારકા અને બેટ દ્વારકાની વર્ષે 20 લાખથી વધુ લોકો મુલાકાત લે છે. જ્યારે લોકો દ્વારકા દ્વારાકધીશના દર્શનાર્થે આવે છે તેઓ બેટ દ્વારકા જરુરથી જાય છે. જોકે, અત્યાર સુધી બેટ દ્વારકા બોટ મારફતે જ જવાતું હતું. પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા પગપાળા અને વાહનો મારફતે પણ આ બ્રિજ ઓળંગી બેટ દ્વારકા જઈ શકાય છે.