Dwarkaમાં 2 ભૂતિયા શિક્ષકો આવ્યા સામે, મહિનાઓથી છે ગેરહાજર

પ્રગનાબેન નામની શિક્ષિકા છેલ્લા 8 મહિનાથી ગેરહાજરકેતુલ સવજાણી નામના શિક્ષક છેલ્લા 6 મહિનાથી ગેરહાજર શિક્ષણ વિભાગે બંન્ને શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે રાજ્યમાં વધુ 2 ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે. આ બંને શિક્ષકો પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરહાજર રહ્યા છે. બંને શિક્ષકો ઘણા મહિનાઓથી ગેરહાજર દ્વારકા તાલુકાના ભીમરાણા ગામની વાડી શાળાના શિક્ષિકા પ્રગનાબેન પી વાળા છેલ્લા આઠ મહિનાથી ગેર હાજર જોવા મળી રહ્યા છે. ત્યારે ભાણવડ તાલુકાના કિલેશ્વર નેશ પ્રાથમિક શાળાના શિક્ષક કેતુલ ભીખુભાઈ સવજાણી છેલ્લા 6 મહિનાથી ગેર હાજર રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લામાં બિન અધિકૃત રીતે ગેર હાજર રહેલા બંને શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભૂતિયા શિક્ષકનો પ્રથમ કેસ સાબરકાંઠામાંથી સામે આવ્યો હતો અને ત્યારબાદ તપાસ દરમિયાન રાજ્યમાં કૂલ 134 આવા શિક્ષકો મળી આવ્યા છે. શિક્ષકો ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચઢ્યો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કૂલ 134 જેટલા ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે અને આ તમામ શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કારણ કે અલગ અલગ કારણોસર શિક્ષકો શાળાએ જતા નથી અને રજાઓ ભોગવી રહ્યા છે, જેમાં મોટાભાગના શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે બીજી તરફ શિક્ષકો ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચઢ્યો છે અને તેમનો અભ્યાસક્રમ સમય મુજબ પૂર્ણ ના થઈ શકવાના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. શિક્ષકો સામે શિક્ષણ વિભાગ યોગ્ય કાર્યવાહી કરશે: CM ભૂપેન્દ્ર પટેલ ત્યારે આ સમગ્ર મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ કડક તપાસના આદેશ આપ્યા છે અને તમામ શિક્ષકો સામે શિક્ષણ વિભાગ યોગ્ય કાર્યવાહી કરશે તેવુ જણાવ્યું છે. બીજી તરફ શિક્ષણ મંત્રીએ પણ કહ્યું કે તમામ શિક્ષકોનું લિસ્ટ મગાવવામાં આવ્યું છે અને કોઈને પણ રજાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી અને જો કોઈ શિક્ષકને પગાર ચૂકવવામાં આવ્યો હશે તો તેની વસૂલાત કરવામાં આવશે. 

Dwarkaમાં 2 ભૂતિયા શિક્ષકો આવ્યા સામે, મહિનાઓથી છે ગેરહાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રગનાબેન નામની શિક્ષિકા છેલ્લા 8 મહિનાથી ગેરહાજર
  • કેતુલ સવજાણી નામના શિક્ષક છેલ્લા 6 મહિનાથી ગેરહાજર
  • શિક્ષણ વિભાગે બંન્ને શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી

રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે રાજ્યમાં વધુ 2 ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે. આ બંને શિક્ષકો પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરહાજર રહ્યા છે.

બંને શિક્ષકો ઘણા મહિનાઓથી ગેરહાજર

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામની વાડી શાળાના શિક્ષિકા પ્રગનાબેન પી વાળા છેલ્લા આઠ મહિનાથી ગેર હાજર જોવા મળી રહ્યા છે. ત્યારે ભાણવડ તાલુકાના કિલેશ્વર નેશ પ્રાથમિક શાળાના શિક્ષક કેતુલ ભીખુભાઈ સવજાણી છેલ્લા 6 મહિનાથી ગેર હાજર રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લામાં બિન અધિકૃત રીતે ગેર હાજર રહેલા બંને શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભૂતિયા શિક્ષકનો પ્રથમ કેસ સાબરકાંઠામાંથી સામે આવ્યો હતો અને ત્યારબાદ તપાસ દરમિયાન રાજ્યમાં કૂલ 134 આવા શિક્ષકો મળી આવ્યા છે.

શિક્ષકો ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચઢ્યો

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કૂલ 134 જેટલા ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે અને આ તમામ શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કારણ કે અલગ અલગ કારણોસર શિક્ષકો શાળાએ જતા નથી અને રજાઓ ભોગવી રહ્યા છે, જેમાં મોટાભાગના શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે બીજી તરફ શિક્ષકો ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચઢ્યો છે અને તેમનો અભ્યાસક્રમ સમય મુજબ પૂર્ણ ના થઈ શકવાના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે.

શિક્ષકો સામે શિક્ષણ વિભાગ યોગ્ય કાર્યવાહી કરશે: CM ભૂપેન્દ્ર પટેલ

ત્યારે આ સમગ્ર મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ કડક તપાસના આદેશ આપ્યા છે અને તમામ શિક્ષકો સામે શિક્ષણ વિભાગ યોગ્ય કાર્યવાહી કરશે તેવુ જણાવ્યું છે. બીજી તરફ શિક્ષણ મંત્રીએ પણ કહ્યું કે તમામ શિક્ષકોનું લિસ્ટ મગાવવામાં આવ્યું છે અને કોઈને પણ રજાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી અને જો કોઈ શિક્ષકને પગાર ચૂકવવામાં આવ્યો હશે તો તેની વસૂલાત કરવામાં આવશે.