Drugs Case: ગુજરાતને ઉડતા પંજાબ ગણાવ્યા બાદ ભરૂચ જિલ્લામાં રાજકીય રમણભમણ
ભરુચના અંકલેશ્વરમાં ગઈકાલે રાત્રે મોટી માત્રામાં કોકેઈનનો જથ્થો પકડાયો હતો. આવકાર ફાર્મા કંપનીમાંથી કોકેઈન પકડાયું હતું. અંદાજે રૂપિયા 5000 કરોડનું 518 કિલોગ્મરા કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે.કંપનીના 3 ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી આ સાથે જ 40 કિલો અન્ય હાઈડ્રોપોનિક ડ્રગ્સ પણ કબ્જે કરવામાં આવ્યું છે અને કંપનીના 3 ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અશ્વિન રામાણી, વિજય ભેસાણીયા, બ્રિજેશ કોથિયા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ જથ્થો ઝડપી લેવા માટે દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. ચોક્કસ માહિતીના આધારે પોલીસને મોટી સફળતા મળી છે. અંકલેશ્વરમાંથી ડ્રગ્સ ઝડપાતા સ્થાનિક તંત્ર દોડતું થયું બીજી તરફ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ ઝડપાતા સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે. બેદરકારી સામે આવતા GPCBની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને GPCBની ટીમ દ્વારા હવે કંપનીમાં તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે. જો કે અત્યાર સુધી આ કેસમાં 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અંકલેશ્વરમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હાલમાં અંકલેશ્વરમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે તંત્ર પર સીધુ જ નિશાન સાધ્યું છે. સવાલ ઉઠાવતા મુમતાઝ પટેલે કહ્યું કે કોની સાંઠગાંઠથી નશાનો કારોબાર ચાલે છે? ભરૂચમાં યુવાનો નશામાં ધૂત થઈ રહ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ ટાઉનમાં ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. દેશમાંથી ઝડપાયેલા ડ્રગ્સમાં 30 ટકા હિસ્સો ગુજરાતનો છે. ડ્રગ્સની બીમારી સમાજને બરબાદ કરે છે. નશીલા પદાર્થોના ઉત્પાદનમાં ઈન્ડસ્ટ્રીને બદનામ કરનારા એક એકને શોધવા અનિવાર્ય અગાઉ 10 ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ચોક્કસ હકીકતના આધારે અન્ય ડ્રગ્સ ફેક્ટરી પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચના અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી આવકાર ફાર્મા કંપનીમાંથી રૂપિયા 5000 કરોડની કિંમતનું 500 કિલો કોકેઈન ઝડપાયું હતું. ત્યારે નશીલા પદાર્થોના ઉત્પાદનમાં આખી ઈન્ડસ્ટ્રીને બદનામ કરનારા એક એકને શોધવા અનિવાર્ય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરુચના અંકલેશ્વરમાં ગઈકાલે રાત્રે મોટી માત્રામાં કોકેઈનનો જથ્થો પકડાયો હતો. આવકાર ફાર્મા કંપનીમાંથી કોકેઈન પકડાયું હતું. અંદાજે રૂપિયા 5000 કરોડનું 518 કિલોગ્મરા કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે.
કંપનીના 3 ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી
આ સાથે જ 40 કિલો અન્ય હાઈડ્રોપોનિક ડ્રગ્સ પણ કબ્જે કરવામાં આવ્યું છે અને કંપનીના 3 ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અશ્વિન રામાણી, વિજય ભેસાણીયા, બ્રિજેશ કોથિયા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ જથ્થો ઝડપી લેવા માટે દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. ચોક્કસ માહિતીના આધારે પોલીસને મોટી સફળતા મળી છે.
અંકલેશ્વરમાંથી ડ્રગ્સ ઝડપાતા સ્થાનિક તંત્ર દોડતું થયું
બીજી તરફ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ ઝડપાતા સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે. બેદરકારી સામે આવતા GPCBની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને GPCBની ટીમ દ્વારા હવે કંપનીમાં તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે. જો કે અત્યાર સુધી આ કેસમાં 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
અંકલેશ્વરમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે રાજકારણ પણ ગરમાયું
હાલમાં અંકલેશ્વરમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે તંત્ર પર સીધુ જ નિશાન સાધ્યું છે. સવાલ ઉઠાવતા મુમતાઝ પટેલે કહ્યું કે કોની સાંઠગાંઠથી નશાનો કારોબાર ચાલે છે? ભરૂચમાં યુવાનો નશામાં ધૂત થઈ રહ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ ટાઉનમાં ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. દેશમાંથી ઝડપાયેલા ડ્રગ્સમાં 30 ટકા હિસ્સો ગુજરાતનો છે. ડ્રગ્સની બીમારી સમાજને બરબાદ કરે છે.
નશીલા પદાર્થોના ઉત્પાદનમાં ઈન્ડસ્ટ્રીને બદનામ કરનારા એક એકને શોધવા અનિવાર્ય
અગાઉ 10 ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ચોક્કસ હકીકતના આધારે અન્ય ડ્રગ્સ ફેક્ટરી પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચના અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી આવકાર ફાર્મા કંપનીમાંથી રૂપિયા 5000 કરોડની કિંમતનું 500 કિલો કોકેઈન ઝડપાયું હતું. ત્યારે નશીલા પદાર્થોના ઉત્પાદનમાં આખી ઈન્ડસ્ટ્રીને બદનામ કરનારા એક એકને શોધવા અનિવાર્ય છે.