Dhrangadhra: ધ્રાંગધ્રાની જેગડવા ચોકડી ઉપરના ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર (સં.ન્યૂ.સ.) : ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર નેશનલ હાઇવે લીંબડીથી કુડા સુધી પહોળો કરવા માટેની મંજૂરી આપી દેવાઇ છે. કપાત જમીનની પણ કાર્યવાહી પુર્ણ કરી દેવાઇ છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ચોકડી ઉપર જેગડવા તરફ અને વ્રજપુર તરફ જતા બંને ખુણા ઉપર ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ ખડકી દઇ પાર્લર ઉભા કરી દેવાયા હતા. આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર ઇશીતા મેરના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.એચ.ચુડાસમાની ટીમની હાજરીમાં જેસીબી દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવાયા હતા. બીજી તરફ પીઆઇ ચુડાસમાએ જણાવેલ કે ચારે તરફ રોડની નજીક આવા ગેરકાયદેસર બાંધકામ જ્યાં પણ હશે ત્યાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

