Dhandhuka: પાસે ટ્રકમાંથી રૂ.1.04 કરોડનો દારૂ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લા એલસીબીની ટીમને બાતમીના આધારે મોટી સફ્ળતા હાથ લાગી છે. બગોદરા ગામ નજીક ટ્રકમાંથી ડુંગળીના જથ્થાની આડમાં છુપાવી હેરાફેરી કરાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે.
અધિકારીઓએ બગોદરા તરફ્ આવી રહેલ શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા પાછળના ભાગમાં છુપાવેલા દારૂના કાર્ટન્સ મળી આવ્યા હતા. ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 17,940 બોટલ જપ્ત કરાઈ છે. આ ઉપરાંત ટ્રક, બે મોબાઈલ ફોન અને થોડી રોકડ પણ જપ્ત કરાઈ છે. સમગ્ર કાર્યવાહીમાં ટ્રક ચાલક મનસુખ ખીમા કોડિયાતર (રહે. દેવભૂમિ દ્વારકા)ને સ્થળ પરથી જ દબોચ્યો હતો. તેમજ જપ્ત કરાયેલ દારૂ અને અન્ય મુદ્દામાલ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં દારૂબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કરી વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
ટ્રકમાંથી પકડાયેલ મુદામાલ
વિદેશી દારૂની 700 પેટી
વિવિધ બ્રાન્ડની દારુની 17,940 બોટલો
દારૂની કિંમત રૂ. 1,04,72,640
કુલ રૂ. 1.24 કરોડનો મુદામાલ જપ્ત કરાયો
What's Your Reaction?






