Dhandhuka: ધોલેરામાં 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોલેરા ખાતે 77મા ક્કવન મહોત્સવક્રની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ક્કવનકવચક્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વનરક્ષકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વિકાસની સાથે ગ્રીન કવર એટલે કે હરિયાળી વધારવી પણ અત્યંત જરૂરી છે. વૃક્ષારોપણને માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રાખી તેને જનમિશન બનાવવાની જરૂર છે. દરેક નાગરિકે વૃક્ષારોપણની સાથે રોપાના ઉછેર અને જતનની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ક્કએક પેડ મા કે નામક્ર અભિયાનનો ઉલ્લેખ કરી વધુમાં વધુ લોકોને વૃક્ષારોપણ સાથે જોડાવા અપીલ કરી હતી. આવનારી પેઢીને શુદ્ધ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સૌએ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાની (IFS)એ મંત્રી સહિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વન મહોત્સવ એ વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવતી કામગીરીનો નિચોડ છે. તેમણે જણાવ્યું કે, ધોલેરા અને ભાલ જેવા કઠિન ભૌગોલિક પ્રદેશમાં સામાજિક વનીકરણ વિભાગના સતત પ્રયાસોથી 50,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વિશેષ ક્કડ્રમ પદ્ધતિક્રથી કરવામાં આવેલા વાવેતરની નોંધ દેશસ્તરે પણ લેવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

