Deesa: ડીસામાં ઘી બનાવતી ફેક્ટરીમાં ફ્રુડ વિભાગના દરોડા, ભેળસેળિયાઓમાં ફફડાટ
દિવાળી તહેવારને લઇ રાજયમાં વિવિધ શહેરોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવી ગઇ છે. બનાસકાંઠાના ડીસામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. શુધ ગાયના ઘીના ડબ્બાની પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ છે. બનાસકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તમામ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ડીસામાં સેન્ટ્રલ ફ્રુડ વિભાગના GIDCમાં દરોડા પાડ્યા છે. ભળસેળ ઘી બનાવતી ફેક્ટરીમાં બંધ બારણે ફ્રુડ વિભાગની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ડીસામાંથી ઘીની મીની ફેક્ટરી ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સતત દરોડા પાડી રહી છે. ઘી બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પડતા નકલી ચીજવસ્તુ ઓનો વેપાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ, ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથધરી હતી. જેમાં ડીસા પાલનપુર હાઇવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલો માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાખોની કિંમતનો જથ્થો સીજ કર્યો હતો. શંકાસ્પદ માવાના સેમ્પલઆ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ માવાના બે સેમ્પલ લેવાયા છે. જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો છે.આગામી સમયમાં અન્ય જગ્યાઓ પણ ચેકિંગ કરવામાં આવશે અને જે વેપારીઓ ભેળસેળ કરતા હશે તેમની સામે દંડનીય અને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.ડેરીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી તહેવારને લઇ રાજયમાં વિવિધ શહેરોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવી ગઇ છે. બનાસકાંઠાના ડીસામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. શુધ ગાયના ઘીના ડબ્બાની પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ છે. બનાસકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તમામ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ડીસામાં સેન્ટ્રલ ફ્રુડ વિભાગના GIDCમાં દરોડા પાડ્યા છે. ભળસેળ ઘી બનાવતી ફેક્ટરીમાં બંધ બારણે ફ્રુડ વિભાગની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ડીસામાંથી ઘીની મીની ફેક્ટરી ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સતત દરોડા પાડી રહી છે. ઘી બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પડતા નકલી ચીજવસ્તુ ઓનો વેપાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અગાઉ, ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથધરી હતી. જેમાં ડીસા પાલનપુર હાઇવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલો માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાખોની કિંમતનો જથ્થો સીજ કર્યો હતો.
શંકાસ્પદ માવાના સેમ્પલ
આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ માવાના બે સેમ્પલ લેવાયા છે. જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો છે.આગામી સમયમાં અન્ય જગ્યાઓ પણ ચેકિંગ કરવામાં આવશે અને જે વેપારીઓ ભેળસેળ કરતા હશે તેમની સામે દંડનીય અને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.ડેરીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.