Danta: ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટની કામગીરીથી ખેડૂતોમાં રોષ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આદિવાસી સમાજ સાથે અવારનવાર અન્યાય થવાની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે આદિવાસી સમાજનો ગઢ ગણાતા દાંતા તાલુકાના દલપુરા ગામે 17 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાને લઈને દલપુરા ગામના 400 કરતાં વધુ ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.ખેડૂતોએ દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા આજે દલપુરા ખાતેથી મહિલાઓ અને પુરુષ મોટી સંખ્યામાં આવેદનપત્ર લઈને દાંતા ખાતે એકઠા થયા હતા, જ્યાં તેમને દાંતા પ્રાંત અધિકારી અને દાંતા પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું અને દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા. દલપુરાના નાગરિકોએ જણાવ્યું હતું તે પાંચ દિવસમાં નિકાલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે. ખેડૂતોએ ન્યાયની માંગણી સાથે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું દાંતા તાલુકામાં આદિવાસી અત્યાચારની ઘટનાઓ વધવા પામી છે. થોડા સમય અગાઉ રેલવે પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજ વિરોધ કરતા જોવા મળ્યો હતો. સોમવારે પણ દાંતા તાલુકાના દલપુરા ગામના આદિવાસી સમાજના ખેડૂતોની જમીનને લઈને અને સોલાર પ્લાન્ટને લઈને વિરોધ પર ઉતરી આવ્યા હતા અને ન્યાયની માંગણી સાથે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. દાંતા પ્રાંત કચેરી ખાતે ભારે નારાઓ કરતા ખેડૂતો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈને નારા લગાવ્યા બીજી તરફ દાંતા પોલીસ સ્ટેશન ખાતે પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈને નારા લગાવ્યા હતા અને પીઆઈ મેડમને આવેદનપત્ર આપ્યું હતું. દલપુરા ખાતેથી ઢોલ લગાડીને મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો દાંતા પહોંચ્યા હતા અને નારાઓ લગાવીને પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ સામે અનેકો આક્ષેપો કર્યા હતા. પ્રાંત કચેરી ખાતે ખેડૂતો આવતાં આખું પરિસર ભરાઈ ગયું હતુ. દાંતાના પૂર્વ ધારાસભ્યના સોલાર પ્લાન્ટને લઈને દલપુરાના 400 ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને મહિલાઓએ છાતી કુટીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પાલનપુર તાલુકાના ખેડૂતોએ અનેક હાલાકીઓને લઈને કરી રજૂઆત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના ખેડૂતો પોતાને પડતી અનેક હાલાકીઓને લઈ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા અને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને હાલાકીઓમાંથી મુક્ત કરવા રજૂઆત કરી છે.

Danta: ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટની કામગીરીથી ખેડૂતોમાં રોષ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આદિવાસી સમાજ સાથે અવારનવાર અન્યાય થવાની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે આદિવાસી સમાજનો ગઢ ગણાતા દાંતા તાલુકાના દલપુરા ગામે 17 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાને લઈને દલપુરા ગામના 400 કરતાં વધુ ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

ખેડૂતોએ દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા

આજે દલપુરા ખાતેથી મહિલાઓ અને પુરુષ મોટી સંખ્યામાં આવેદનપત્ર લઈને દાંતા ખાતે એકઠા થયા હતા, જ્યાં તેમને દાંતા પ્રાંત અધિકારી અને દાંતા પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું અને દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા. દલપુરાના નાગરિકોએ જણાવ્યું હતું તે પાંચ દિવસમાં નિકાલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે.

ખેડૂતોએ ન્યાયની માંગણી સાથે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

દાંતા તાલુકામાં આદિવાસી અત્યાચારની ઘટનાઓ વધવા પામી છે. થોડા સમય અગાઉ રેલવે પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજ વિરોધ કરતા જોવા મળ્યો હતો. સોમવારે પણ દાંતા તાલુકાના દલપુરા ગામના આદિવાસી સમાજના ખેડૂતોની જમીનને લઈને અને સોલાર પ્લાન્ટને લઈને વિરોધ પર ઉતરી આવ્યા હતા અને ન્યાયની માંગણી સાથે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. દાંતા પ્રાંત કચેરી ખાતે ભારે નારાઓ કરતા ખેડૂતો જોવા મળ્યા હતા.

મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈને નારા લગાવ્યા

બીજી તરફ દાંતા પોલીસ સ્ટેશન ખાતે પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈને નારા લગાવ્યા હતા અને પીઆઈ મેડમને આવેદનપત્ર આપ્યું હતું. દલપુરા ખાતેથી ઢોલ લગાડીને મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો દાંતા પહોંચ્યા હતા અને નારાઓ લગાવીને પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ સામે અનેકો આક્ષેપો કર્યા હતા. પ્રાંત કચેરી ખાતે ખેડૂતો આવતાં આખું પરિસર ભરાઈ ગયું હતુ. દાંતાના પૂર્વ ધારાસભ્યના સોલાર પ્લાન્ટને લઈને દલપુરાના 400 ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને મહિલાઓએ છાતી કુટીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

પાલનપુર તાલુકાના ખેડૂતોએ અનેક હાલાકીઓને લઈને કરી રજૂઆત

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના ખેડૂતો પોતાને પડતી અનેક હાલાકીઓને લઈ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા અને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને હાલાકીઓમાંથી મુક્ત કરવા રજૂઆત કરી છે.