Dang જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ચારે તરફ છવાઈ ધુમ્મસની ચાદર
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે,છેલ્લા ચાર દિવસથી ડાંગ જિલ્લામાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે.ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ છવાયો છે સાથે સાથે સાપુતારા સહિતના અન્ય સ્થળોએ રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે,પ્રવાસીઓ પણ વહેલી સવારે ઉઠીને ધુમ્મસની મજા માણી રહ્યાં છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી ફળ્યું ડાંગ જિલ્લાના ગામડાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે,હાલમાં શિયાળાની ઋતુમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે,વાદળછાયા વાતાવરણનાં પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડા પહેરવાની ફરજ પડી હતી.ખેડૂતોને મનમાં ચિંતા સતાવી રહી છે કે ધુમ્મસભર્યા વાતાવરણમાં કયાંક વરસાદ ના વરસે તો સારૂ છે. રમણીય દ્રશ્યો સર્જાયા ડાંગ જિલ્લાનાં સુબીર, વઘઈ અને આહવા તાલુકામાં ગુરૂવાર સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે સાપુતારામાં તો ધુમ્મસભર્યા વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા જોવાલાયક સ્થળોએ અલગ જ અનુભૂતિ થતી જોવા મળી રહી છે.ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ રમણીય દ્રશ્યો સર્જાયા હતા.ગુજરાતમાં હાલમાં ઠંડીની સિઝન ચાલી રહી છે અને ડાંગ પર્વતોની વચ્ચે વસેલું શહેર છે જેના કારણે વરસાદના સમયમાં પણ ધુમ્મસ જોવા મળતું હોય છે,જો વરસાદ પડે તો ખેડૂતોની બધી મહેનત પાણીમાં જાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે,છેલ્લા ચાર દિવસથી ડાંગ જિલ્લામાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે.ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ છવાયો છે સાથે સાથે સાપુતારા સહિતના અન્ય સ્થળોએ રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે,પ્રવાસીઓ પણ વહેલી સવારે ઉઠીને ધુમ્મસની મજા માણી રહ્યાં છે.
ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી ફળ્યું
ડાંગ જિલ્લાના ગામડાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે,હાલમાં શિયાળાની ઋતુમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે,વાદળછાયા વાતાવરણનાં પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડા પહેરવાની ફરજ પડી હતી.ખેડૂતોને મનમાં ચિંતા સતાવી રહી છે કે ધુમ્મસભર્યા વાતાવરણમાં કયાંક વરસાદ ના વરસે તો સારૂ છે.
રમણીય દ્રશ્યો સર્જાયા
ડાંગ જિલ્લાનાં સુબીર, વઘઈ અને આહવા તાલુકામાં ગુરૂવાર સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે સાપુતારામાં તો ધુમ્મસભર્યા વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા જોવાલાયક સ્થળોએ અલગ જ અનુભૂતિ થતી જોવા મળી રહી છે.ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ રમણીય દ્રશ્યો સર્જાયા હતા.ગુજરાતમાં હાલમાં ઠંડીની સિઝન ચાલી રહી છે અને ડાંગ પર્વતોની વચ્ચે વસેલું શહેર છે જેના કારણે વરસાદના સમયમાં પણ ધુમ્મસ જોવા મળતું હોય છે,જો વરસાદ પડે તો ખેડૂતોની બધી મહેનત પાણીમાં જાય.