Dahod:સંજેલી તાલુકાની ભાણપુર ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંજેલી તાલુકાની ભાણપુર ગ્રામ પંચાયતની જર્જરીત બિલ્ડીંગમાં ચારે બાજુથી ટપકતા પાણીમાં જીવના જોખમે કોમ્પ્યુટર પર કામ કરતા ઓપરેટરો અને જાતિ આવકવેરા આકારણી સહિતની કામગીરી માટે જર્જરીત બિલ્ડીંગમાં બેસતા અરજદારો દોઢ વર્ષથી નવીન બિલ્ડિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને બાંધકામ પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ભાણપુર ગ્રામ પંચાયત સહિતની નવ જેટલી પંચાયતોમાં દોઢ વર્ષથી નવીન ગ્રામ પંચાયત બિલ્ડીંગનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે. તંત્રની નિષ્કાળજી કે બેદરકારીના કારણે અરજદારો તેમજ સરપંચ અને સભ્યોનેજે રીતે મકાનમાં ટપકતા પાણીમાં જીવના જોખમે બેસવા મજબૂર બન્યા છે.ભાણપુર ગ્રામ પંચાયત બિલ્ડીંગ મા ચારે બાજુથી પાણી ટપકી રહ્યું છે. અને દિવાલો પણ પાણીથી લદબદ જોવા મળી રહી છે. આવી બિલ્ડિંગમાં કોમ્પ્યુટર પર ઓનલાઇન કામગીરી કરતા ઓપરેટરો વીજ કરંટનો ડર હોવા છતાં જર્જરીત બિલ્ડિંગમાં બેસી કામ કરી રહ્યા છે. તેમજ ગામની આકારણી ઘરવેરાની પહોંચ આવક જાતિના દાખલા સહિત પંચાયતની વિવિધ યોજના કિયા કામગીરી માટે અરજદારો પણ આવી જીવના જોખમે ઊભેલી બિલ્ડિંગમાં કામગીરી માટે અવરજવર કરતા હોય છે. છેલ્લા દોઢ વર્ષથી ગ્રામ પંચાયતની બિલ્ડીંગની કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ હાલ છેલ્લા ત્રણ ચાર માસથી બિલ્ડીંગની કામગીરી બંધ હાલતમાં છે. તાલુકાની ગ્રામ પંચાયતોની બિલ્ડીંગોની અધૂરી કામગીરી શરૂ કરવા માટે માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લેવામાં આવતો હોય છે.
What's Your Reaction?






