Dahod: દાહોદના જાલત ગામ પાસે સળંગ બે અકસ્માતથી ટ્રાફિકજામ થયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ તાલુકાના જાલત ગામ પાસે મધ્યપ્રદેશથી અમદાવાદ જઈ રહેલી આઇસર ગાડી અને એક ડાલા વચ્ચે થયો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થતાં નજીકના રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે, ડાયવર્ઝન અપાયા બાદ તરત જ દાહોદથી મધ્યપ્રદેશ તરફ્ જતા રસ્તા પર વધુ એક અકસ્માત થયો હતો. આ અકસ્માત આઇસર અને એક ટ્રક વચ્ચે સર્જાયો હતો. બંને અકસ્માતો રસ્તાની વચ્ચે થવાને કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી હતી. બંને માર્ગો પર વાહનોની બે થી ત્રણ કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી, કુલ ચાર વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને હાઈવે ઓથોરિટીના સભ્યો સ્થળ પર પહોંચી ક્રેન અને જેસીબીની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવી અકસ્માત સંબંધે કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

