Dahodમાં 13 ઘરફોડ ચોરી કરનારી ટોળકી પોલીસના સકંજામાં, 7 લાખનો મુદ્દામાલ જપ્ત
દાહોદ પંચમહાલમાં ચોરી કરનારી આખી ટોળકી ઝડપાઈ છે. દાહોદ પંચમહાલમાં 13 ઘરફોડ ચોરી કરનારી ટોળકીને એલસીબીએ ઝડપી પાડી છે અને ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ LCBએ ટોળકી પાસેથી દાગીના અને રોકડ મળીને રૂપિયા 7.03 લાખ જપ્ત કર્યા છે.3 આરોપીઓની LCBએ કરી ધરપકડ આ ટોળકી ઘરફોડ ચોરી કરીને રોઝમ ગામના જંગલમાં બનાવેલી ઝુંપડીમાં ભાગ પાડવા માટે ભેગા થયા હતા અને ત્યાં જ LCBએ ટોળકીને પકડી લીધી છે. આરોપી માતવા ગામના મનુ ભાઈ ઉર્ફે મનીયા, રમસુ કાળિયા કળમી અને વજેલાવ ગામના કેશુ ધના કોચરાની અટકાયત કરી છે અને પોલીસે આ સમગ્ર મામલે આરોપીને ઝડપીને તેમની વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં લગ્નપ્રસંગમાં ચોરીનો બનાવ બીજી તરફ ભરૂચના અંકલેશ્વરમાં લગ્નપ્રસંગમાં ચોરીનો બનાવ બન્યો છે. GIDCમાં આવેલા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં ચોરીની ઘટના બની છે. પરિવારે બેગમાં મુકેલા સોનાના દાગીનાની ચોરી થઈ છે અને દાગીના સહિત રૂપિયા 3.48 લાખની માલમત્તાની ચોરી છે. ત્યારે ચોરીની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરામાં દબાણનું કામ અવરોધનારા 10 લોકોની ધરપકડ વડોદરામાં દબાણનું કામ અવરોધનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે. નવાપુરા પોલીસે 10 આરોપીઓની કામમાં અડચણરૂપ બનવા બદલ ધરપકડ કરી છે. મહેબુબપુરામાં પાલિકાએ દબાણો હટાવ્યા હતા અને દબાણ હટાવની કામગીરી દરમિયાન ઝપાઝપી કરી હતી. આરોપીઓ પાલિકાની ટીમ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા અને કર્મચારીઓને અપશબ્દો પણ બોલ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 દિવસથી પાલિકા દબાણ હટાવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ પંચમહાલમાં ચોરી કરનારી આખી ટોળકી ઝડપાઈ છે. દાહોદ પંચમહાલમાં 13 ઘરફોડ ચોરી કરનારી ટોળકીને એલસીબીએ ઝડપી પાડી છે અને ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ LCBએ ટોળકી પાસેથી દાગીના અને રોકડ મળીને રૂપિયા 7.03 લાખ જપ્ત કર્યા છે.
3 આરોપીઓની LCBએ કરી ધરપકડ
આ ટોળકી ઘરફોડ ચોરી કરીને રોઝમ ગામના જંગલમાં બનાવેલી ઝુંપડીમાં ભાગ પાડવા માટે ભેગા થયા હતા અને ત્યાં જ LCBએ ટોળકીને પકડી લીધી છે. આરોપી માતવા ગામના મનુ ભાઈ ઉર્ફે મનીયા, રમસુ કાળિયા કળમી અને વજેલાવ ગામના કેશુ ધના કોચરાની અટકાયત કરી છે અને પોલીસે આ સમગ્ર મામલે આરોપીને ઝડપીને તેમની વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં લગ્નપ્રસંગમાં ચોરીનો બનાવ
બીજી તરફ ભરૂચના અંકલેશ્વરમાં લગ્નપ્રસંગમાં ચોરીનો બનાવ બન્યો છે. GIDCમાં આવેલા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં ચોરીની ઘટના બની છે. પરિવારે બેગમાં મુકેલા સોનાના દાગીનાની ચોરી થઈ છે અને દાગીના સહિત રૂપિયા 3.48 લાખની માલમત્તાની ચોરી છે. ત્યારે ચોરીની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં દબાણનું કામ અવરોધનારા 10 લોકોની ધરપકડ
વડોદરામાં દબાણનું કામ અવરોધનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે. નવાપુરા પોલીસે 10 આરોપીઓની કામમાં અડચણરૂપ બનવા બદલ ધરપકડ કરી છે. મહેબુબપુરામાં પાલિકાએ દબાણો હટાવ્યા હતા અને દબાણ હટાવની કામગીરી દરમિયાન ઝપાઝપી કરી હતી. આરોપીઓ પાલિકાની ટીમ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા અને કર્મચારીઓને અપશબ્દો પણ બોલ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 દિવસથી પાલિકા દબાણ હટાવી રહી છે.