Dahodના ફતેપુરામાં મામલતદારની બેદરકારી, મધ્યાહન ભોજનના સંચાલકોએ જાતે જ બિલોમાં સિક્કા માર્યા

દાહોદ એન.એ. કૌભાંડનો સિલસિલો યાથવત છે ને બીજી તરફ ફતેપુરા તાલુકાના મધ્યાહન ભોજનના કર્મચારીઓ મામલતદાર કચેરીના સિક્કાઓ અધિકારીની જાણ બહાર કચેરીની નીચે પેટ્રોલપંપની બાજુમા આવેલ એક ઓરડામા મધ્યાન ભોજનના પ્રમુખ અને સંચાલકો ઓફિસ ખોલી મામલતદારના સિક્કાઓ લઈ બીલોમાં સિક્કા મારતા નજરે પડી રહ્યા છે. મામલતદાર વિના જાતે સિક્કા માર્યા ફતેપુરા તાલુકાની સરકારી શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકોને દર મહિને અલગ અલગ વસ્તુના માસિક બીલો મુકવા પડતા હોય છે તેથી સંચાલકો દ્વારા પોતે બિલ રજુ કરવું પડતું હોય છે. ફતેપુરા મુકામે મામલતદાર કચેરીથી 100 મીટરના અંતરે એક ઓરડીમાં આશરે 15 જેટલાં સંચાલકો એકઠા થઇ વાઉચર બીલો ભરી રહ્યા હતા તે દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા તે જગ્યા પર જોતા માલુમ પડયું કે સંચાલકો તે વાઉચર બીલો ભરી મામલતદારનો સિક્કો પણ મારી રહ્યા હતા. મામલતદારનું કોઈ નિવેદન સામે નથી આવ્યું મામલતદારનો સિક્કો તમારી પાસે ક્યાંથી આવ્યો તેવું સંચાલકોને પૂછપરછ કરતા એક પછી એક સંચાલક તે જગ્યા છોડી ભાગવા લાગ્યા હતા અને મોઢુ છુપાવી રહ્યાં હતા.તંત્રની ઘોર બેદરકારી કેટલી હદે પહોંચી છે કે પોતાની ઓફિસમાંથી સિક્કાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પરંતુ હોદ્દેદાર અધિકારીને તેની ભણક પણ પડતી નથી. અને હોદ્દા વગરના અધિકારીઓના હાથમા જાય છે જેના લીધે લીધે આવા અનેક અવનવા કિસ્સાઓ સામે આવતા સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.આ બાબતને લઈ મામલતદારનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પોલીસ ફરિયાદ નોંધશે ? આ સમગ્ર ઘટનાનો વીડિયો એક નાગરિકે ઉતાર્યો છે અને મીડિયાકર્મીને આપ્યો છે,મામલતાદાર પોતે સિક્કા આપતા હશે કે શું તેને લઈ મનમાં સવાલ ઉભા થયા છે અને જો મામલતદાર પોતે જ કામનું ભારણ ઓછુ કરવા આ રીતે કામ કરાવતા હશે તો એ સૌથી મોટી બેદરકારી ગણી શકાય.કલેકટર સાહેબ તમે પણ જરા આ વાતમાં નજર નાખશો તો તમને પણ અંદાજો આવશે કે તમારા મામલતદારની ગેરહાજરીમાં શું થઈ રહ્યું છે.પોલીસે પણ આ બાબતે તપાસ કરીને ફરિયાદ નોંધવી જોઈએ.  

Dahodના ફતેપુરામાં મામલતદારની બેદરકારી, મધ્યાહન ભોજનના સંચાલકોએ જાતે જ બિલોમાં સિક્કા માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ એન.એ. કૌભાંડનો સિલસિલો યાથવત છે ને બીજી તરફ ફતેપુરા તાલુકાના મધ્યાહન ભોજનના કર્મચારીઓ મામલતદાર કચેરીના સિક્કાઓ અધિકારીની જાણ બહાર કચેરીની નીચે પેટ્રોલપંપની બાજુમા આવેલ એક ઓરડામા મધ્યાન ભોજનના પ્રમુખ અને સંચાલકો ઓફિસ ખોલી મામલતદારના સિક્કાઓ લઈ બીલોમાં સિક્કા મારતા નજરે પડી રહ્યા છે.

મામલતદાર વિના જાતે સિક્કા માર્યા

ફતેપુરા તાલુકાની સરકારી શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકોને દર મહિને અલગ અલગ વસ્તુના માસિક બીલો મુકવા પડતા હોય છે તેથી સંચાલકો દ્વારા પોતે બિલ રજુ કરવું પડતું હોય છે. ફતેપુરા મુકામે મામલતદાર કચેરીથી 100 મીટરના અંતરે એક ઓરડીમાં આશરે 15 જેટલાં સંચાલકો એકઠા થઇ વાઉચર બીલો ભરી રહ્યા હતા તે દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા તે જગ્યા પર જોતા માલુમ પડયું કે સંચાલકો તે વાઉચર બીલો ભરી મામલતદારનો સિક્કો પણ મારી રહ્યા હતા.


મામલતદારનું કોઈ નિવેદન સામે નથી આવ્યું

મામલતદારનો સિક્કો તમારી પાસે ક્યાંથી આવ્યો તેવું સંચાલકોને પૂછપરછ કરતા એક પછી એક સંચાલક તે જગ્યા છોડી ભાગવા લાગ્યા હતા અને મોઢુ છુપાવી રહ્યાં હતા.તંત્રની ઘોર બેદરકારી કેટલી હદે પહોંચી છે કે પોતાની ઓફિસમાંથી સિક્કાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પરંતુ હોદ્દેદાર અધિકારીને તેની ભણક પણ પડતી નથી. અને હોદ્દા વગરના અધિકારીઓના હાથમા જાય છે જેના લીધે લીધે આવા અનેક અવનવા કિસ્સાઓ સામે આવતા સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.આ બાબતને લઈ મામલતદારનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

પોલીસ ફરિયાદ નોંધશે ?

આ સમગ્ર ઘટનાનો વીડિયો એક નાગરિકે ઉતાર્યો છે અને મીડિયાકર્મીને આપ્યો છે,મામલતાદાર પોતે સિક્કા આપતા હશે કે શું તેને લઈ મનમાં સવાલ ઉભા થયા છે અને જો મામલતદાર પોતે જ કામનું ભારણ ઓછુ કરવા આ રીતે કામ કરાવતા હશે તો એ સૌથી મોટી બેદરકારી ગણી શકાય.કલેકટર સાહેબ તમે પણ જરા આ વાતમાં નજર નાખશો તો તમને પણ અંદાજો આવશે કે તમારા મામલતદારની ગેરહાજરીમાં શું થઈ રહ્યું છે.પોલીસે પણ આ બાબતે તપાસ કરીને ફરિયાદ નોંધવી જોઈએ.