Dahod:ઘરમાં એકલા રહેતાં આધેડ શખ્સે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુખસર તાલુકાના મોટી ઢઢેલી ગામે આધેડ શખ્સે અગમ્ય કારણોસર મકાનના મોભના સરા સાથે ખાટલાની પાટી બાંધી ગળાફંસો ખાઈ મોત વહાલું કરતા ગામમાં ચકચાર મચી જવા પામી છે.
મોટીઢઢેલી ગામે રહેતા 53 વર્ષીય ગવાભાઈ હકાભાઈ કટારા ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવતા હતા. જેઓને સંતાનમાં પાંચ પુત્રો અને એક પુત્રી છે. અને પત્ની સહિત સંતાનો સાથે સહ કુટુંબમાં રહેતા હતા. બે પુત્રોના લગ્ન થઈ ગયેલા છે. અને થોડા સમયથી પત્ની તથા સંતાનો વિરમગામ તથા અમદાવાદ ખાતે મજૂરી કામે ગયેલા હતા.જ્યારે ગવાભાઈ કટારા ઘરે એકલા રહેતા હતા. તેમજ ગત તા.28 નવેમ્બરે સાંજના ક્યાંક જઈ પરત ઘરે આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે મોડા સુધી મકાનનો દરવાજો નહીં ખુલતા આસપાસના લોકોએ તેમના ઘરે જઈ જોતા મકાન અંદરથી બંધ હતું. જેથી દરવાજાની બારીમાંથી અંદર નજર નાખતા ગવાભાઈ ઘરના મોભના સરા સાથે ગળેફંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.જેથી પાડોશી લાલાભાઇ ખેતાભાઇ મુનિયાએ તેમના પુત્ર ઈશ્વરભાઈને જાણ કરી હતી. જે બાદ તેમના પુત્રો તથા પત્ની તુરત ઘરે આવી ગયા હતા. અને સુખસર પોલીસને જાણ કરાતા પોલીસ પણ ત્યાં પહોચી જઈ લાશને પી.એમ. અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી હતી. પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

