Coldwave Alert: ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! બેવડી ઋતુની અસર 5 દિવસ રહેશે
નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું હજી સુધી ઠંડી અનુભવાઈ નથી રહી. આગાહી વચ્ચે ઠંડી ગાયબ થઈ ગઈ છે. હજી પણ ઠંડીના દિવસો માટે રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ત્યારે ઠંડી માટે હજી કેટલી રાહ જોવી પડશે તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી દીધા છે.નવેમ્બરની શરૂઆતમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી થઈ રહી છે. જો કે દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને સવાર સાંજ થોડી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર 5 દિવસ યથાવત રહેશે. મહત્તમ, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી ઊંચું પહોંચ્યું છે. મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રી નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 21 થી 23 ડિગ્રી પહોંચ્યું છે.રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો રાજ્યમાં બેવડી ઋતુની અસર 5 દિવસ રહેશે યથાવત્ પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ મહત્તમ, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી ઊંચું મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 થી 23 ડિગ્રી પહોંચ્યું વહેલી સવારે ઠંડા પવન, બપોરે ગરમીનો અહેસાસ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22, ગાંધીનગરમાં 21 ડિગ્રી વડોદરામાં21 ડિગ્રી, કચ્છમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું ભાવનગરમાં 22 ડિગ્રી, બનાસકાંઠામાં 20 ડિગ્રી નોંધાયુંવહેલી સવારે ઠંડા પવન, બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આથી વાતાવરણમાં ફેરબદલને કારણે લોકોને બેવડી ઋતુ અનુભવાશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22, ગાંધીનગરમાં 21 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં21 ડિગ્રી, કચ્છમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 22 ડિગ્રી, બનાસકાંઠામાં 20 ડિગ્રી નોંધાયું છે.હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું હજી સુધી ઠંડી અનુભવાઈ નથી રહી. આગાહી વચ્ચે ઠંડી ગાયબ થઈ ગઈ છે. હજી પણ ઠંડીના દિવસો માટે રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ત્યારે ઠંડી માટે હજી કેટલી રાહ જોવી પડશે તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી દીધા છે.
નવેમ્બરની શરૂઆતમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી થઈ રહી છે. જો કે દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને સવાર સાંજ થોડી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર 5 દિવસ યથાવત રહેશે. મહત્તમ, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી ઊંચું પહોંચ્યું છે. મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રી નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 21 થી 23 ડિગ્રી પહોંચ્યું છે.
રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો
- રાજ્યમાં બેવડી ઋતુની અસર 5 દિવસ રહેશે યથાવત્
- પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ
- મહત્તમ, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી ઊંચું
- મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રી
- જ્યારે લઘુત્તમ તાપમાન 21 થી 23 ડિગ્રી પહોંચ્યું
- વહેલી સવારે ઠંડા પવન, બપોરે ગરમીનો અહેસાસ
- અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22, ગાંધીનગરમાં 21 ડિગ્રી
- વડોદરામાં21 ડિગ્રી, કચ્છમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું
- ભાવનગરમાં 22 ડિગ્રી, બનાસકાંઠામાં 20 ડિગ્રી નોંધાયું
વહેલી સવારે ઠંડા પવન, બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આથી વાતાવરણમાં ફેરબદલને કારણે લોકોને બેવડી ઋતુ અનુભવાશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22, ગાંધીનગરમાં 21 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં21 ડિગ્રી, કચ્છમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 22 ડિગ્રી, બનાસકાંઠામાં 20 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.