CM Bhupendra Patelએ વરસાદની પરિસ્થિતિનો મેળવ્યો તાગ, 7 જિલ્લાના કલેકટરને ફોન કર્યો
સીએમ ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે વરસાદની પરિસ્થિતિનો મેળવ્યો તાગ 7 જિલ્લાના કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી મેળવી માહિતી રાહત બચાવ કામગીરી સહિતની બાબતો પર કરી ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. અધિકારીઓને હેડ કવાર્ટર ના છોડવા સૂચના મુખ્ય સચિવે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરી લેવા સૂચના આપી હતી અને સાથે જ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર ફરજ પર હાજર રાખવા માટે પણ સૂચના આપી હતી. અધિકારીઓને જગ્યા ના છોડવા આદેશ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આગાહી વાળા જિલ્લાઓમાં ઉર્જા, પશુપાલન, વીજળી, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, જી.એમ.બી., સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલા લેવા માટે કહ્યું છે. ગઈકાલે પણ વીડિયો કોન્ફરન્સથી કરી હતી ચર્ચા મુખ્ય સચિવે બેઠકમાં વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા તમામ જિલ્લા કલેકટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું. હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે તમામ જાણકારી આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સીએમ ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે વરસાદની પરિસ્થિતિનો મેળવ્યો તાગ
- 7 જિલ્લાના કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી મેળવી માહિતી
- રાહત બચાવ કામગીરી સહિતની બાબતો પર કરી ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
અધિકારીઓને હેડ કવાર્ટર ના છોડવા સૂચના
મુખ્ય સચિવે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરી લેવા સૂચના આપી હતી અને સાથે જ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર ફરજ પર હાજર રાખવા માટે પણ સૂચના આપી હતી.
અધિકારીઓને જગ્યા ના છોડવા આદેશ
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આગાહી વાળા જિલ્લાઓમાં ઉર્જા, પશુપાલન, વીજળી, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, જી.એમ.બી., સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલા લેવા માટે કહ્યું છે.
ગઈકાલે પણ વીડિયો કોન્ફરન્સથી કરી હતી ચર્ચા
મુખ્ય સચિવે બેઠકમાં વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા તમામ જિલ્લા કલેકટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું. હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે તમામ જાણકારી આપી હતી.