Chotila: પાલિકા અપગ્રેડ થશે, વઢવાણમાં નવું મહેસૂલી ભવન બનશે

રાજયની ભાજપ સરકારે ગુરૂવારે વિધાનસભામાં આગામી વર્ષ 2025-26 માટે બજેટ રજુ કર્યુ છે. જેમાં રાજયના અન્ય જિલ્લાની નગરપાલીકાઓ સાથે ચોટીલા નગરપાલીકાને પણ અપગ્રેડેશન કરવાની જાહેરાતથી આનંદની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત વઢવાણમાં નવુ મહેસુલી ભવન બનાવવાની પણ જાહેરાત કરાઈ છે.ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ગુરૂવારે વિધાનસભામાં બજેટ રજુ કરાયુ હતુ. જેમાં સતત ચોથીવાર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આગામી વર્ષ 2025-26 માટેનું બજેટ રજુ કર્યુ હતુ. ગત વર્ષના રૂપીયા 3.32 લાખ કરોડના બજેટની સામે આ વર્ષે 10 ટકાના વધારા સાથે રૂપીયા 3.72 લાખ કરોડનું બજેટ રજુ કરાયુ હતુ. બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસીત ભારતના સપનાને સાકાર કરવાનું વીઝન સ્પષ્ટ પણે નજરે પડે છે. સરકારે શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી રકમની ફાળવણી કરી છે. રાજય સરકારે બજેટમાં હાલની 69 નગરપાલીકાઓના વર્ગમાં ફેરફાર કરવાની અને નવી નગરપાલીકા બનાવવાનું આયોજન કર્યુ છે. જયારે દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોર જેવા ધર્મ સ્થાનો પર આવેલી નગરપાલીકાઓને પણ અપગ્રેડ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા નગરપાલીકા હાલ બ વર્ગની નગરપાલીકા છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલીકા બન્યાને 14 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. ત્યારે ચોટીલા નગરપાલીકાના અપગ્રેડેશનની જાહેરાત થતા ચોટીલા વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. બીજી તરફ રાજય સરકારે બજેટમાં મહેસુલ વિભાગ માટે રૂપીયા 5427 કરોડની જોગવાઈ કરી છે. જેમાં અનેક સ્થળે નવા મહેસુલી ભવનોના બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં વઢવાણનો પણ સમાવેશ કરાયો છે. આગામી દિવસોમાં વઢવાણમાં નવુ મહેસુલ ભવન બનશે. ચોટીલા નગરપાલીકાના અપગ્રેડેશનની વાતથી ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી મુકેશભાઈ શાહે જણાવ્યુ કે, યાત્રાળુઓની સંખ્યાની દૃષ્ટીએ જોઈએ તો રાજયના યાત્રાધામોમાં ચોટીલા પ્રથમ નંબરે છે. જયારે ચોટીલામાંથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો હાઈવે પસાર થાય છે. બીજી તરફ ચોટીલામાં છેલ્લા એક દાયકામાં ગામની બહાર અનેક સોસાયટીઓ અસ્તીત્વમાં આવી છે. આથી ચોટીલાને અન્ય ધાર્મીક સ્થળોની જેમ યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવીષ્ટ કરાય તેવી અમારી માંગ છે. આ અંગે અમોએ અગાઉ સીએમને પણ રજુઆત કરી છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્યના સાણંદ અને દેત્રોજમાં નવી સબ રજીસ્ટ્રાર કચેરી બનાવવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. અતિ પછાત જાતિઓના મકાન બાંધકામ સહાયમાં વધારો આવકારદાયક રાજય સરકારના બજેટમાં સામાજીક શૈક્ષણીક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુકત જાતીઓ, અતી પછાત જાતીઓના મકાન બાંધકા સહાયમાં પંડીત દિન દયાળ આવાસ યોજનામાં રૂપીયા 1.20 લાખની સહાયમાં રૂપીયા 50 હજારનો વધારો કરીને રૂપીયા 1.70 લાખ કરવામાં આવી છે. વિચરતા સમુદાય સમર્થન મંચના સુરેન્દ્રનગર જિલ્લા સંયોજક હર્ષદ વ્યાસે સરકારની આ જાહેરાતને આવકારદાયક ગણાવી છે.

Chotila: પાલિકા અપગ્રેડ થશે, વઢવાણમાં નવું મહેસૂલી ભવન બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયની ભાજપ સરકારે ગુરૂવારે વિધાનસભામાં આગામી વર્ષ 2025-26 માટે બજેટ રજુ કર્યુ છે. જેમાં રાજયના અન્ય જિલ્લાની નગરપાલીકાઓ સાથે ચોટીલા નગરપાલીકાને પણ અપગ્રેડેશન કરવાની જાહેરાતથી આનંદની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત વઢવાણમાં નવુ મહેસુલી ભવન બનાવવાની પણ જાહેરાત કરાઈ છે.

ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ગુરૂવારે વિધાનસભામાં બજેટ રજુ કરાયુ હતુ. જેમાં સતત ચોથીવાર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આગામી વર્ષ 2025-26 માટેનું બજેટ રજુ કર્યુ હતુ. ગત વર્ષના રૂપીયા 3.32 લાખ કરોડના બજેટની સામે આ વર્ષે 10 ટકાના વધારા સાથે રૂપીયા 3.72 લાખ કરોડનું બજેટ રજુ કરાયુ હતુ. બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસીત ભારતના સપનાને સાકાર કરવાનું વીઝન સ્પષ્ટ પણે નજરે પડે છે. સરકારે શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી રકમની ફાળવણી કરી છે. રાજય સરકારે બજેટમાં હાલની 69 નગરપાલીકાઓના વર્ગમાં ફેરફાર કરવાની અને નવી નગરપાલીકા બનાવવાનું આયોજન કર્યુ છે. જયારે દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોર જેવા ધર્મ સ્થાનો પર આવેલી નગરપાલીકાઓને પણ અપગ્રેડ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા નગરપાલીકા હાલ બ વર્ગની નગરપાલીકા છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલીકા બન્યાને 14 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. ત્યારે ચોટીલા નગરપાલીકાના અપગ્રેડેશનની જાહેરાત થતા ચોટીલા વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. બીજી તરફ રાજય સરકારે બજેટમાં મહેસુલ વિભાગ માટે રૂપીયા 5427 કરોડની જોગવાઈ કરી છે. જેમાં અનેક સ્થળે નવા મહેસુલી ભવનોના બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં વઢવાણનો પણ સમાવેશ કરાયો છે. આગામી દિવસોમાં વઢવાણમાં નવુ મહેસુલ ભવન બનશે. ચોટીલા નગરપાલીકાના અપગ્રેડેશનની વાતથી ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી મુકેશભાઈ શાહે જણાવ્યુ કે, યાત્રાળુઓની સંખ્યાની દૃષ્ટીએ જોઈએ તો રાજયના યાત્રાધામોમાં ચોટીલા પ્રથમ નંબરે છે. જયારે ચોટીલામાંથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો હાઈવે પસાર થાય છે. બીજી તરફ ચોટીલામાં છેલ્લા એક દાયકામાં ગામની બહાર અનેક સોસાયટીઓ અસ્તીત્વમાં આવી છે. આથી ચોટીલાને અન્ય ધાર્મીક સ્થળોની જેમ યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવીષ્ટ કરાય તેવી અમારી માંગ છે. આ અંગે અમોએ અગાઉ સીએમને પણ રજુઆત કરી છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્યના સાણંદ અને દેત્રોજમાં નવી સબ રજીસ્ટ્રાર કચેરી બનાવવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.

અતિ પછાત જાતિઓના મકાન બાંધકામ સહાયમાં વધારો આવકારદાયક

રાજય સરકારના બજેટમાં સામાજીક શૈક્ષણીક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુકત જાતીઓ, અતી પછાત જાતીઓના મકાન બાંધકા સહાયમાં પંડીત દિન દયાળ આવાસ યોજનામાં રૂપીયા 1.20 લાખની સહાયમાં રૂપીયા 50 હજારનો વધારો કરીને રૂપીયા 1.70 લાખ કરવામાં આવી છે. વિચરતા સમુદાય સમર્થન મંચના સુરેન્દ્રનગર જિલ્લા સંયોજક હર્ષદ વ્યાસે સરકારની આ જાહેરાતને આવકારદાયક ગણાવી છે.