Chhotaudepur: ડાંગરના કટ્ટાની આડમાં લઇ જવાતો 13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે. પણ બુટલેગર્સ ગેરકાયદેસર રીતે દારુ રીતે અવનવા કિમિયા કરીને રાજ્યમાં દારુ ઘૂસાડતા હોય છે. ત્યારે છોટાઉદેપુરમાંથી 13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. LCBએ ટ્રકમાં ડાંગરના કટ્ટાની આડમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે.
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની ઘટના બને છે. દારૂ ઝડપાવાના દરેક કેસમાં બુલટેગર અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. ક્યારેય મકાનમાં ભોંયરામાંથી દારૂ ઝડપાઈ છે, તો ક્યારેક ટ્રકની અંદર છૂપું ખાનું બનાવીને દારૂ ઘૂસાડવાનો પ્રયાસ થાય છે. આવી જ ઘટના છોટાઉદેપુરમાં બની છે. ટ્રકમાં ડાંગરના કટ્ટાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો છે.
છોટા ઉદેપુર જીલ્લા એલસીબીએ એક ટ્રકમાં ડાંગરના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવાતો રૂ.13,77,750નો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. જિલ્લા એલસીબીએ ટ્રકમાં ડાંગરના કટ્ટાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 10250 બોટલ ઝડપી પાડી છે. વિદેશી દારૂ, ટ્રક અને ડાંગરના કટ્ટા સહિત કુલ રૂ.20,83,050ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






