Chhotaudepur Rain : અતિભારે વરસાદને પગલે નસવાડીમાં અશ્વિની નદીમાં ઘોડાપુર, જુઓ Video

Sep 5, 2025 - 15:30
Chhotaudepur Rain : અતિભારે વરસાદને પગલે નસવાડીમાં અશ્વિની નદીમાં ઘોડાપુર, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદથી હાલોલ, નસવાડી, બોડેલીના હાલ બેહાલ થયા છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં ધોધમાર વરસાદ. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. નસવાડીમાં ભારે વરસાદના કારણે અશ્વિની નદીમાં ઘોડાપુર આવ્યું. અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ. નસવાડીમાં ટાઉન નજીકના વિસ્તારમાં નદીના પાણી અને વરસાદી આફતના કારણે વેપારીઓની હાલત કફોડી થઈ. અશ્વિની નદીમાં ઘોડાપુરની સ્થિતિને લઈને આસપાસના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

નસવાડીમાં ધોધમાર વરસાદથી લોકોને હાલાકી

સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. નસવાડી તાલુકા અને ઉપરવાસમાં થયેલ ધોધમાર વરસાદને લઈ પાણી આવ્યું. કૂકાવટીથી વાઘીયા જવાના રસ્તે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. લોકોને પડતી હાલાકીને લઈને કોઝવે પર પુલ બનાવવાની લોકોને દરખાસ્ત સરકારે મંજૂર કરી છે. પરંતુ હજુ પુલની કામગીરી શરૂ ના કરાતા આ વિસ્તારના લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આગામી દિવસોમાં 5 દિવસ વરસાદની આગાહી

રાજયમાં ફરી વરસાદ ધબડાટી બોલાવી રહ્યો છે. રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. હવામાનવિભાગ દ્વારા 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, નવસારી, છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીના આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે, જયારે વડોદરા ભરૂચ સુરત નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ, ટ્રફ લાઈન સહિતની સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0