Chhotaudaypur:નવ નિયુક્ત કદવાલ તાલુકા કચેરીઓને લઈ પંથકના સરપંચોની મિટિંગ યોજાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાજેતરમાં સરકાર દ્વારા 17 જેટલા તાલુકાની નવ રચના કરાઇ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાંથી વિભાજન કરીને કદવાલ તાલુકાની રચના કરાઇ છે. જેને લઇને પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે તાલુકા કચેરીઓને લઈ ખેંચતાણ જોવા મળી રહી છે.
કદવાલ તાલુકામાં કુલ 17 પંચાયતના 43 ગામનો સમાવેશ કરાયો છે. કદવાલને બાદ કરતા બાકીની પંચાયતના સરપંચો દ્વારા નવનિયુક્ત કદવાલ તાલુકાની કચેરીઓ કદવાલ, રાજપુર, ઓલિયાકલમ, ખટાશની વચ્ચે આવેલા સોસવા ફળિયા ખાતે રાખવાની માંગ કરી રહ્યા છે. આ જગ્યા ખૂબ વિશાળ હોઈ આખા તાલુકાની કચેરીઓ એક જ જગ્યા ઉપર બની શકે તેમ છે. સોસવા ખાતે કચેરીઓ બનાવવામાં આવે તો તમામ સમાવિષ્ટ ગામોના લોકોને જવા આવવામાં સરળતા રહે તેમ છે. સોસવા ફળિયાની બાજુમાં મુખ્ય માર્ગ છે. જેને લઇને છેવાડાના ગામલોકોને અવરજવર માટે સુગમતા બની રહે તેમ હોઈ ગઢ ભીખાપુરા પંચાયત ખાતે આજુબાજુના તમામ સરપંચો એકત્ર થઇને સોસવા ખાતે કચેરીઓ બને એ માટે મિટિંગ યોજાઈ હતી. મિટિંગ થયા બાદ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે. સોસવા ખાતે નવીન કચેરીઓ બને તે માટે તમામ સરપંચો અને આગેવાનો એ એક સુરમાં માંગણી કરી હતી. જો તંત્ર દ્વારા સોસવા ખાતે નવીન કચેરીઓ નહી બનાવાય તો અગાઉના સમયે શુ કરવું તે આયોજન નક્કી કરશે. નવીન કચેરીઓ સોસવા ખાતે બનાવવા પંથકના સરપંચો, તેમજ મોટી સંખ્યામાં આગેવાનો સહિત પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






