Chhota udepur : છોટાઉદેપુર ખાતે કલામહાકુંભમાં બોડેલીની PM શ્રી કન્યાશાળાનો ડંકો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી, છોટાઉદેપુર અને શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ, બોડેલીના સંયુક્ત ઉપક્રમે બોડેલી તાલુકાકક્ષાના કલા મહાકુંભ વર્ષ 2026-27 યોજાયો હતો. જેમાં બોડેલી તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તીવ્ર સ્પર્ધા વચ્ચે બોડેલી કન્યાશાળા PM શ્રી-ગુજરાતની દીકરીઓએ પોતાની અદભુત કલા પ્રતિભાનો પરચો બતાવી મોટાભાગની સ્પર્ધાઓમાં પ્રથમ અને તૃતીય ક્રમ મેળવી શાળાનું નામ સમગ્ર પંથકમાં રોશન કર્યું હતું. કલા મહાકુંભમાં ભરતનાટયમમાં રાઠવા આરાધ્યા કૌશિક, પ્રાચીન ગરબામાં બ્રિઝા એન્ડ ટીમ, સુગમ સંગીતમાં મન્સૂરી શના મોસીનભાઈ, લોકગીતમાં ચારણ વિદ્યા રાહુલભાઈ, ચિત્રકલામાં ભોઈ વૈભવી ગોપાલભાઈ તથા વકૃત્વ સ્પર્ધામાં બારીયા કાવ્યા મનીષે પ્રથમ ક્રમ મેળવી શાળાની યશકલગીમાં વધારો કર્યો હતો. ઉપરાંત નિબંધ લેખન સ્પર્ધામાં રાઠવા વૈશી સંજય અને એકપાત્રીય અભિનયમાં રાઠવા રોહિતા એમ.એ. તૃતીય ક્રમ મેળવ્યો હતો. વિદ્યાર્થિનીઓની આ સફ્ળતા પાછળ ડાન્સ શિક્ષિકા જાગૃતિબેન ત્રિવેદી, સહાયક સોલંકી ગોપીભાઈ, કલ્પનાબેન રાઠવા, પિનલબેન જોશી સહિત સમગ્ર શાળા પરિવારના શિક્ષકોની બે મહિનાની અથાગ મહેનત, રાત-દિવસની તૈયારી અને યોગ્ય માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું. શાળાના આચાર્ય સંદીપભાઈ જયસ્વાલે તમામ વિજેતા વિદ્યાર્થિનીઓ તથા શિક્ષક સ્ટાફ્ને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

