Chhota Udepur News: પાવી જેતપુર પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, MPના બે યુવકોના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રોડ પર આવેલી વન કુટિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાવાગઢ ખાતે માં કાલિકાના દર્શન કરીને પરત ફરી રહેલા મધ્ય પ્રદેશના બે યુવકોની બાઇકને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
બે યુવકોએ ગુમાવ્યા જીવ
ઘટનાની મળતી વિગતો અનુસાર, મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મંડાર ગામના બે યુવકો બાઇક પર પાવાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરીને પરત ઘરે જતી વખતે પાવી જેતપુર પાસે કાળમુખા ટ્રેલરે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
મૃતકોની ઓળખ
અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને યુવકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં શૈતાન મેહડા (રહે. મંડાર ગામ, જિ. અલીરાજપુર, MP) અને રાયમલ મેહડા (રહે. મંડાર ગામ, જિ. અલીરાજપુર, MP)નો સમાવેશ થાય છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાવી જેતપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાવાગઢ દર્શને ગયેલા યુવાનોના મોતના સમાચાર મળતા જ તેમના વતન મંડાર ગામમાં માતમ છવાઈ ગયો છે.
આ પણ વાંચો - Chhota Udepur: છોટાઉદેપુર નગરમાં ગમે ત્યારે પાણીની ટાંકી તૂટે તેવી ભીતિ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

