Chhota Udepur News : છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની મૂવમેન્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ટાઇગર ડેની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાત માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના અંદાજે 120 કિલોમીટર લાંબા જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની સતત મૂવમેન્ટ નોંધાઈ રહી છે. જેની સત્તાવાર પુષ્ટિ વન વિભાગે કરી છે. આજે વાઘના વધુ ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે. વન વિભાગ હવે વાઘના સંરક્ષણ સાથે સ્થાનિક લોકોની સુરક્ષાને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે.
ટાઇગર ડેના દિવસે વાઘના વધુ ફોટા સામે આવ્યા
છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના 120 કિલોમીટર જેટલા જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની હાજરી નોંધાઈ રહી છે.કેમેરા ટ્રેપ અને અન્ય પુરાવાઓના આધારે વન વિભાગે તેની પુષ્ટિ કરી છે. આંતરરાષ્ટ્રીય ટાઇગર ડેના દિવસે વાઘના વધુ ફોટા સામે આવતા આ વિસ્તાર ફરી ચર્ચામાં આવ્યો છે.વન વિભાગનું માનવું છે કે આ વિસ્તારનું કુદરતી વાતાવરણ અને જંગલ વાઘના વસવાટ માટે અનુકૂળ બની રહ્યું છે. વાઘની હાજરીને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
વાઘની હાજરી ગુજરાત માટે ગૌરવની વાત છે
વન વિભાગ વાઘના સંરક્ષણની સાથે માનવ અને વાધ વચ્ચેનું સંકલન જળવાય રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુરના જંગલોમાં અત્યાર સુધી દીપડા,રીંછ,જંગલી બિલાડી સહિતના અનેક વન્યજીવો જોવા મળતા હતા.હવે વાઘની હાજરીએ આ વિસ્તારની હજારીથી લોકો લોકોમાં ખુશી જોવાઈ રહી છે.સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે વર્ષોથી તેઓ વન્યજીવો સાથે રહેતા આવ્યા છે અને હવે વાઘના આગમનથી ખુશીનો માહોલ છે. વન વિભાગ પણ આ નવા મહેમાનની સુરક્ષા અને લોકોની સલામતી બંને માટે સતત કામગીરી કરી રહ્યું છે. વાઘની હાજરી માત્ર એક વન્યજીવના આગમનની ઘટના નથી પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત છે.
આ પણ વાંચોઃ Surat News: મનપા દ્વારા ખાડીપૂર મામલે ડ્રોનથી સરવે શરૂ કરાયો, એક સપ્તાહમાં કમિશ્નરને રિપોર્ટ સોંપાશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

