Chhota Udepur News : છોટા ઉદેપુરમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન, મોડી રાતથી ખાતર માટે લાઇનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવણી સમયે ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે અને છેલ્લા ત્રણ દિવસથી ખાતર માટે ખેડૂતોની દોડધામ સામે આવી છે, વાવણીના સમયે ખાતર ન મળતા ખેડૂતો ગામેગામ રજળપાટ કરવા મજબૂર બન્યા છે, ખાતર મળશે તેવી આશાથી મધ્યરાત્રીથી ખેડૂતો લાઈનો લગાવી ઊભા રહેલ દેખાયા છે અને બે ત્રણ દિવસથી ખેડૂતો ખાતર મેળવવા દોડધામ કરતા જિલ્લાના ખેડૂતો.
2.18 લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થયું છે
રાજ્યમાં હાલ દરેક જિલ્લાની જરૂરીયાતને ધ્યાને રાખીને સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. ચાલુ રવિ ઋતુમાં એટલે કે, ઓક્ટોબર-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ના સમયગાળા માટે ભારત સરકારે ગુજરાત માટે યુરીયા ખાતર કુલ ૧૩.૯૦ લાખ મેટ્રિક ટન અને ડી.એ.પી ખાતરના ૨.૯૦ લાખ મેટ્રિક ટન જથ્થાની ફાળવણી મંજૂર કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં ૫.૪૮ લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયા અને ૨.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થયું છે.
રેલવે રેકના માધ્યમથી વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવ્યું છે
ગુજરાતમાં ચાલુ રવિ સીઝન દરમિયાન અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા કુલ ૩.૪૪ લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયા ખાતર અને ૧.૬૮ લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો વપરાશ કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મળીને કુલ ૨.૦૮ લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયા ખાતરનો અને ૪૯ હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આશરે ૧૨,૫૦૦ મેટ્રિક ટન યુરીયા ખાતર રેલવે રેકના માધ્યમથી વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવ્યું છે. જે પૈકી હાલમાં જુદા-જુદા 7 રેક પોઈન્ટથી યુરીયા ખાતરનો સપ્લાય ચાલુ છે
આગામી અઠવાડિયામાં પણ અંદાજે ૨૨,૦૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરનો સપ્લાય કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, જેથી રાજ્યના દરેક ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ થઇ શકે. આમ, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂરીયાત મુજબ તેની જિલ્લાવાર સપ્લાય ચાલી રહી છે. ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા તેમજ જરૂરિયાત પૂરતું જ ખાતર ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Indian Railway News : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બર 2025માં રેકોર્ડ રૂ. 800 કરોડથી વધુની આવક પ્રાપ્ત કરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

