Botad News : બોટાદમાં કડદાના વિરોધ વચ્ચે કપાસની હરાજી શરૂ, કડદાના વિરોધને લઈ 3 દિવસથી યાર્ડ હતું બંધ

Oct 13, 2025 - 09:30
Botad News : બોટાદમાં કડદાના વિરોધ વચ્ચે કપાસની હરાજી શરૂ, કડદાના વિરોધને લઈ 3 દિવસથી યાર્ડ હતું બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ એપીએમસીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે, કડદાના વિરોધને લઈ 3 દિવસથી યાર્ડ હતું બંધ અને માર્કેટિંગ યાર્ડ શરૂ થતા જ વાહનોની લાઈન લાગી હતી, બોટાદના હડદડ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને હડદડમાં ઘર્ષણ બાદ હાલ શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો છે.

ખેડૂત પંચાયત સમયે પોલીસ પર થયો હતો પથ્થરમારો

ગઇકાલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે થયું હતું ઘર્ષણ અને ખેડૂત પંચાયત સમયે પોલીસ પર થયો હતો પથ્થરમારો, પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને પોલીસે હુમલો, રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી, તો ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા અને પથ્થરમારામાં 5થી વધુ પોલીસકર્મીઓને પહોંચી હતી ઈજા.

ગઈકાલે હડદડ ગામ ખાતે પોલીસ પર પથ્થરમારો થયો હતો

ઘટનાક્રમ અનુસાર, કડદા પ્રથાનો વિરોધ કરી રહેલા આગેવાન રાજુ કરપડાએ બોટાદના હડદડ ગામ ખાતે ખેડૂતો સાથે એક મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જોકે, પોલીસ દ્વારા આ મહાપંચાયતને મંજૂરી આપવામાં આવી ન હતી. જ્યારે પોલીસની ટીમ આ બેઠક અટકાવવા અને પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે હડદડ ગામે પહોંચી, ત્યારે ત્યાં હાજર લોકોના ટોળાએ પોલીસ પર ઉગ્ર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હિંસક વિરોધ દરમિયાન, ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો અને પોલીસની એક કારને પણ ઉથલાવી દીધી હતી. બોટાદ યાર્ડમાં કપાસમાં કડદાને લઇ SPનું નિવેદન

અમુક પાર્ટીના લોકો અને ખેડૂતોના પ્રશ્નો હતા અને પ્રશ્નોને લઈ યાર્ડ સત્તાધીશોએ આશ્વાસન આપ્યું હતુ, તેમ છતાં વિરોધ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા હતા સાથે સાથે જાહેરનામાનો ભંગ કરનાર 5 લોકોની અટકાયત કરી છે, ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયા છે અને હાલ હરાજી શરૂ થઈ છે, કોઈ ચિંતાનો વિષય નથી અને મામલો થાળે પડી ગયો છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0