Botad News : બોટાદ જિલ્લામાં વાહન ખરીદનારાઓને પસંદગીના સિલ્વર ગોલ્ડન નંબરો ઈ-ઓક્શનથી ફાળવવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એપ્લીકેશન parivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી રહેશે, જેથી જેમનું વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયાં હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકને લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદ્યાને દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી રહેશે.
સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે
તા. ૧૦-૦૯-૨૦૨૫ થી ૧૨-૦૯-૨૦૨૫ બપોરે ૧૬:૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. તા. ૧૨-૦૯-૨૦૨૫ થી તા. ૧૪-૦૯-૨૦૨૫ના રોજ બપોરે ૧૬:૦૦ કલાક સુધી બીડીંગ રહેશે. જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. જેની નોંધ લેવી.આ હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે તેમ એ.આર.ટી.ઓ., બોટાદ દ્વારા જણાવવામાં આવે છે. વધુ માહિતી https://youtu.be/03a9kfQI3kc. (E-procedure) પર દર્શાવવામાં આવી છે.
What's Your Reaction?






