Botad News: ગઢડા પોલીસની મોટી કાર્યવાહી, સગીરા પર દુષ્કર્મ કરનારા 9 પૈકી 8 આરોપીઓની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક સગીરા પર નવ શખ્સો દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મના કેસમાં ગઢડા પોલીસે સપાટો બોલાવી 9 પૈકી 8 આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસની ત્વરિત કાર્યવાહી
સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ ગઢડા પોલીસે ગુનાની ગંભીરતા સમજી અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીની કલાકોમાં જ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ઘૂલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારૂ અને પીન્ટુભાઇ ભુપતભાઇ પઢીયારનો સમાવેશ થાય છે. જ્યારે નવમો આરોપી હમીર ડાંગર હાલ અન્ય મારામારીના ગુનામાં જેલમાં હોવાથી તેને પકડવાની કાર્યવાહી બાકી છે.
અલગ-અલગ સ્થળે આચર્યું દુષ્કર્મ
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ તમામ આરોપીઓએ અલગ-અલગ સ્થળે અને અલગ-અલગ સમયે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ તમામ 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો - Botad News : સભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વાંચો શું છે જાહેરનામું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

