Botad જિલ્લામાં પોલીયો રસીકરણની મહાઝુંબેશ યોજાશે, તમારા બાળકનું કરાવો રસીકરણ

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના અંતર્ગત બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયાના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૮ થી ૧૦ ડિસેમ્બર,૨૦૨૪ દરમિયાન પોલીયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. બે ટીપા પોલીયોના પીવડાવાશે બાળકને બોટાદ જિલ્લામાં ૩૬૭ બુથ, ૭૫૭ ટીમ, ૧૫૩૮ ટીમ સભ્યો, અને ૭૫ સુપરવાઈઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૮૮,૭૭૪ કરતા વધુ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ દિવસે બુથ ઉપર પોલીયોની રસીના અપાશે અને ત્યારબાદ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને આરોગ્ય કર્મચારીની ટીમના સભ્યો દ્વારા ઘરે ઘરે ફરીને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે. અધિકારની ટીમ રહેશે હાજર આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના વિવિધ બુથ કેન્દ્રો પર રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહીને પોલીયો નાબુદી અભિયાન મિશનને સફળ બનાવવા બાળકોને પોલીયોની રસી પીવડાવીને બુથની શરૂઆત કરશે.આ કાર્યક્રમ હેઠળ બોટાદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોનું રસીકરણ કરાવવામાં આવે તે માટે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા અને RCHO ડો બી.કે.વાગડિયા દ્વારા બોટાદ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવે છે. પોલિયો શું છે? પોલિઓમેલિટિસ, પોલિઓવાયરસથી થતો રોગ છે જે સામાન્ય રીતે પોલિયો તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે બાળકોને અસર કરે છે અને તેની ગંભીરતાના આધારે, લકવો અને મૃત્યુ તરફ દોરી શકે છે. આ સિવાય બચી ગયેલા લોકો પણ પોસ્ટ પોલિયો સિન્ડ્રોમથી પ્રભાવિત થાય છે. તેઓ રોગ થયાના લગભગ 15 થી 40 વર્ષ પછી સ્નાયુમાં દુખાવો, નબળાઇ અને લકવો અનુભવે છે. પોલિયો કેવી રીતે ફેલાય છે? 01-પોલિયોવાયરસ અત્યંત ચેપી છે અને તેથી તે વ્યક્તિથી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે. 02-જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના મળના સંપર્કમાં આવો છો 03-ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા ઉધરસમાંથી ટીપાં પડે છે 04-ચેપગ્રસ્ત વ્યક્તિ લક્ષણો દેખાય તે પહેલા અથવા તેના 2 અઠવાડિયા સુધી અન્ય લોકોમાં પણ વાયરસ ફેલાવી શકે છે. જેમને લક્ષણો ન હોય તેવા લોકો પણ પોલિઓવાયરસ ફેલાવી શકે છે.

Botad જિલ્લામાં પોલીયો રસીકરણની મહાઝુંબેશ યોજાશે, તમારા બાળકનું કરાવો રસીકરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના અંતર્ગત બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયાના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૮ થી ૧૦ ડિસેમ્બર,૨૦૨૪ દરમિયાન પોલીયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

બે ટીપા પોલીયોના પીવડાવાશે બાળકને

બોટાદ જિલ્લામાં ૩૬૭ બુથ, ૭૫૭ ટીમ, ૧૫૩૮ ટીમ સભ્યો, અને ૭૫ સુપરવાઈઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૮૮,૭૭૪ કરતા વધુ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ દિવસે બુથ ઉપર પોલીયોની રસીના અપાશે અને ત્યારબાદ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને આરોગ્ય કર્મચારીની ટીમના સભ્યો દ્વારા ઘરે ઘરે ફરીને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.

અધિકારની ટીમ રહેશે હાજર

આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના વિવિધ બુથ કેન્દ્રો પર રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહીને પોલીયો નાબુદી અભિયાન મિશનને સફળ બનાવવા બાળકોને પોલીયોની રસી પીવડાવીને બુથની શરૂઆત કરશે.આ કાર્યક્રમ હેઠળ બોટાદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોનું રસીકરણ કરાવવામાં આવે તે માટે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા અને RCHO ડો બી.કે.વાગડિયા દ્વારા બોટાદ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવે છે.

પોલિયો શું છે?

પોલિઓમેલિટિસ, પોલિઓવાયરસથી થતો રોગ છે જે સામાન્ય રીતે પોલિયો તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે બાળકોને અસર કરે છે અને તેની ગંભીરતાના આધારે, લકવો અને મૃત્યુ તરફ દોરી શકે છે. આ સિવાય બચી ગયેલા લોકો પણ પોસ્ટ પોલિયો સિન્ડ્રોમથી પ્રભાવિત થાય છે. તેઓ રોગ થયાના લગભગ 15 થી 40 વર્ષ પછી સ્નાયુમાં દુખાવો, નબળાઇ અને લકવો અનુભવે છે.

પોલિયો કેવી રીતે ફેલાય છે?

01-પોલિયોવાયરસ અત્યંત ચેપી છે અને તેથી તે વ્યક્તિથી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે.

02-જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના મળના સંપર્કમાં આવો છો

03-ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા ઉધરસમાંથી ટીપાં પડે છે

04-ચેપગ્રસ્ત વ્યક્તિ લક્ષણો દેખાય તે પહેલા અથવા તેના 2 અઠવાડિયા સુધી અન્ય લોકોમાં પણ વાયરસ ફેલાવી શકે છે. જેમને લક્ષણો ન હોય તેવા લોકો પણ પોલિઓવાયરસ ફેલાવી શકે છે.