Botad જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં 26 ઓકટોબરના રોજ સ્પેશ્યલ લોક અદાલત યોજાશે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર, જિલ્લા ન્યાયાલય- બોટાદ ખાતે તથા તાલુકા કક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટ્સમાં આગામી તા. ૨૬/૧૦/૨૦૨૪ના રોજ ટાર્ગેટેડ મેટ્રોમોનીયલ કેસો તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ચેક રિટર્નના કેસોની સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.સ્પેશિયલ અદાલત કેસ સ્પે.લોક અદાલતમાં મુકેલા કેસોની વધુ માહિતી માટે જાતે અથવા વિ.વ.શ્રી સાથે રહીને આપના કેસો જે અદાલતમાં ચાલતા હોય તે અદાલતનો તા.રપ/૧૦/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમિયાન સંપર્ક કરવો.બોટાદ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદ-૦૨૮૪૯-૨૭૧૪૦૧, ગઢડા ખાતે તાલુકા કાનુની સેવા સમીતી, ગઢડા-૦૨૮૪૭-૨૫૩૩૦૪, રાણપુર ખાતે તાલુકા કાનુની સેવા સમીતી, રાણપુર ૦૨૭૧૧ ૨૩૮૧૨૧, બરવાળા ખાતે- તાલુકા કાનુની સેવા સમીતી, બરવાળા-૦૨૭૧૧-૨૩૭૦૦૯ પર સંપર્ક સાધી શકાય છે તેમ સેક્રેટરીશ્રી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા જણાવાયું છે. મતદાન મથકોની યાદી બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિભાગના મતદાન મથકોની યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે, જે અનુસંધાને મતદાના મથકોની આખરી યાદી જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ પર તેમજ તમામ મતદાન મથકોએ લગાડવામાં આવી છે. જે તમામએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે. સ્વચ્છતાને લઈ કાર્યક્રમ જે અન્વયે બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જનઅભિયાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તેમજ ગામડાના પરિવારો પણ સ્વચ્છતા અંગે સજાગ થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના દિશાનિદર્શન હેઠળ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

Botad જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં 26 ઓકટોબરના રોજ સ્પેશ્યલ લોક અદાલત યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર, જિલ્લા ન્યાયાલય- બોટાદ ખાતે તથા તાલુકા કક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટ્સમાં આગામી તા. ૨૬/૧૦/૨૦૨૪ના રોજ ટાર્ગેટેડ મેટ્રોમોનીયલ કેસો તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ચેક રિટર્નના કેસોની સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.

સ્પેશિયલ અદાલત કેસ
સ્પે.લોક અદાલતમાં મુકેલા કેસોની વધુ માહિતી માટે જાતે અથવા વિ.વ.શ્રી સાથે રહીને આપના કેસો જે અદાલતમાં ચાલતા હોય તે અદાલતનો તા.રપ/૧૦/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમિયાન સંપર્ક કરવો.બોટાદ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદ-૦૨૮૪૯-૨૭૧૪૦૧, ગઢડા ખાતે તાલુકા કાનુની સેવા સમીતી, ગઢડા-૦૨૮૪૭-૨૫૩૩૦૪, રાણપુર ખાતે તાલુકા કાનુની સેવા સમીતી, રાણપુર ૦૨૭૧૧ ૨૩૮૧૨૧, બરવાળા ખાતે- તાલુકા કાનુની સેવા સમીતી, બરવાળા-૦૨૭૧૧-૨૩૭૦૦૯ પર સંપર્ક સાધી શકાય છે તેમ સેક્રેટરીશ્રી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા જણાવાયું છે.

મતદાન મથકોની યાદી
બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિભાગના મતદાન મથકોની યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે, જે અનુસંધાને મતદાના મથકોની આખરી યાદી જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ પર તેમજ તમામ મતદાન મથકોએ લગાડવામાં આવી છે. જે તમામએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે. 

સ્વચ્છતાને લઈ કાર્યક્રમ
જે અન્વયે બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જનઅભિયાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તેમજ ગામડાના પરિવારો પણ સ્વચ્છતા અંગે સજાગ થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના દિશાનિદર્શન હેઠળ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.