Botadમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી
તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા નાગલપર ગામે શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક તપાસ અને રેડની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 9 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 8 જેટલા દુકાનધારકો પાસેથી દંડ વસૂલાયો હતો. ટાસ્ક ફોર્સ સેલની કામગીરીસરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા તેમજ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. બી. કે. વાગડીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત નાગલપર ગામે ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક તપાસ અને રેડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે 9 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 8 જેટલા દુકાનધારકો પાસેથી રૂ. 850નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ગામમાં ચોક્કસાઈપૂર્વક કામગીરી કરવામાં આવીઆ કામગીરીમાં તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી ડો. આશિષ વેદાણી, આયુષ મેડિકલ ઓફિસર ડો. રાધેશ ધ્રાંગધરીયા, સુપરવાઇઝરશ્રી જયેશ ચૌહાણ તથા પોલીસ સ્ટાફ શિવરાજસિંહ પરમાર અને વિક્રમસિંહ સહિતના કર્મયોગીઓની ટીમ બનાવી ગામમાં કામગીરી ખૂબ જ ચોક્કસાઈપૂર્વક કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા નાગલપર ગામે શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક તપાસ અને રેડની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 9 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 8 જેટલા દુકાનધારકો પાસેથી દંડ વસૂલાયો હતો.
ટાસ્ક ફોર્સ સેલની કામગીરી
સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા તેમજ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. બી. કે. વાગડીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત નાગલપર ગામે ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક તપાસ અને રેડની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે 9 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 8 જેટલા દુકાનધારકો પાસેથી રૂ. 850નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
ગામમાં ચોક્કસાઈપૂર્વક કામગીરી કરવામાં આવી
આ કામગીરીમાં તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી ડો. આશિષ વેદાણી, આયુષ મેડિકલ ઓફિસર ડો. રાધેશ ધ્રાંગધરીયા, સુપરવાઇઝરશ્રી જયેશ ચૌહાણ તથા પોલીસ સ્ટાફ શિવરાજસિંહ પરમાર અને વિક્રમસિંહ સહિતના કર્મયોગીઓની ટીમ બનાવી ગામમાં કામગીરી ખૂબ જ ચોક્કસાઈપૂર્વક કરવામાં આવી હતી.