Botadની ઈશાએ 4 ભાષામાં 150થી વધુ કાવ્યોની કરી રચના

જ્ઞાન એટલું કે કોઈપણ વિષય આપી દો, તમને તરત જ જવાબ આપી દે. અભ્યાસની સાથેસાથે સંગીત, લેખન, ચેસ, બેડમિન્ટન એવા તો કેટલાય ક્ષેત્રોમાં નિપુણ છે બોટાદના આ દીકરી. 'જીવનમાં શીખવાનું મળે, જાણવાનું મળે ત્યાં શીખી લ્યો અને જાણી લ્યો' નો જીવન મંત્ર અનુસરતી બોટાદની દીકરી ઈશા રત્નાકર નાંગરને મળીએ.માં દુર્ગાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. શક્તિ, ભક્તિ અને આસ્થાનું અનન્ય પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી થઈ રહી છે. જેમાં “નવગુર્જરી... નવશકિત” શ્રેણી અંતર્ગત જિલ્લાની એવી મહિલાઓને કહાની આવરી લેવામાં આવી છે કે જેમણે કોઈ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કર્યું હોય, ત્યારે આજે પાંચમાં નોરતો આપણે વાત કરવી છે બોટાદની એક એવી દીકરી જેણે પોતાના અભ્યાસની સાથે પોતાની કલાને પણ જીવંત રાખી એમાં આગળ વધી છે, કે જેમની વાત આજના સમયના યુવાનોને જીવન જીવવા માટે પ્રેરણાબળ રૂપી સાબિત થશે. 4 ભાષામાં 150થી વધુ કાવ્યોની રચના કરી કવિ બોટાદકરની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એવી સાહિત્ય, સંગીત અને કલાની ભૂમિ એટલે બોટાદની દીકરી ઈશા નાગર. ઈશાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ બોટાદમાં જ કર્યો છે અને ત્યાર પછીના અભ્યાસમાં IITE ગાંધીનગર ખાતે B.Sc. B.Ed. Mathematics પૂર્ણ કરી તે IITEમાં જ M.Sc. M.Ed. કરી રહ્યા છે. ઈશાની સિદ્ધિ વિશે વાત કરીએ તો ગુજરાત સાહિત્ય અકાદમીએ જેમના પુસ્તકને મંજૂરી આપી એવા બાળકાવ્ય સંગ્રહ "રંગભર્યા આકાશમાં..." જેમનું પૂજ્ય મોરારીબાપુના હસ્તે વિમોચન થયું છે. ઈશાએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી એમ 4 ભાષામાં 150થી વધુ કાવ્યોની રચના કરી છે જે સમયાંતરે વિવિધ વર્તમાન પત્રોની કોલમોમાં પ્રકાશિત થતા રહે છે. ઈશાએ નેશનલ લેવલની ટીચિંગ સ્કિલ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. વક્તૃત્ત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, નૃત્ય વગેરે સ્પર્ધામાં શિલ્ડ સર્ટિફિકેટની સદી ફટકારી આ ઉપરાંત ગુજરાત સરકારના બાયસેગ સ્ટુડિયોમાં જેમના TLMનું વીડિયો રેકોર્ડીંગ થયેલું છે. હાલ તેઓ ભારતીય શાસ્ત્રીય કંઠીય સંગીતની પણ તાલીમ લઈ રહ્યા છે. સાથે સાથે કાવ્ય લેખન, સંગીત ગાયન સ્પર્ધા, હાર્મોનિયમ વાદન, વક્તૃત્ત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, નૃત્ય વગેરે સ્પર્ધામાં શિલ્ડ સર્ટિફિકેટની સદી ફટકારી છે. આ સિવાય ઈશા બેડમિન્ટનની સ્ટેટ લેવલ તેમજ ચેસમાં તેઓ AIU નેશનલ ચેમ્પિયનશીપ રમેલા છે. આજના યુવાઓને પ્રોત્સાહિત કરતા ઈશા જણાવે છે કે, “આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિએ કોઈ પણ કલા સાથે ચોક્કસપણે જોડાયેલું રહેવું જોઈએ. કલા માણસને જીવનના સંઘર્ષો સાથે લડવા માટે શક્તિ પૂરી પાડે અને યુવાનો માટે રમત ગમત કે કલા પ્રત્યે રસ હોવો એ ખૂબ જ જરૂરી છે જે તેમને અભ્યાસમાં પણ ખૂબ મદદરૂપ બને છે સાથોસાથ કાર્ય કરવા માટે એક નવી ઉર્જા પૂરી પાડે છે.” બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા “નવગુર્જરી... નવશકિત” શ્રેણી અંગે વાત કરતા ઈશાએ જણાવ્યું હતું કે “આ શ્રેણી મારફતે જિલ્લાની તમામ દીકરીઓને પ્રોત્સાહન મળી રહેશે. તેમ જ મહિલાઓ પોતે એકસાથે ઘણા બધા કાર્યોમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશે એવો આત્મવિશ્વાસ આવશે.”

Botadની ઈશાએ 4 ભાષામાં 150થી વધુ કાવ્યોની કરી રચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જ્ઞાન એટલું કે કોઈપણ વિષય આપી દો, તમને તરત જ જવાબ આપી દે. અભ્યાસની સાથેસાથે સંગીત, લેખન, ચેસ, બેડમિન્ટન એવા તો કેટલાય ક્ષેત્રોમાં નિપુણ છે બોટાદના આ દીકરી. 'જીવનમાં શીખવાનું મળે, જાણવાનું મળે ત્યાં શીખી લ્યો અને જાણી લ્યો' નો જીવન મંત્ર અનુસરતી બોટાદની દીકરી ઈશા રત્નાકર નાંગરને મળીએ.

માં દુર્ગાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. શક્તિ, ભક્તિ અને આસ્થાનું અનન્ય પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી થઈ રહી છે. જેમાં “નવગુર્જરી... નવશકિત” શ્રેણી અંતર્ગત જિલ્લાની એવી મહિલાઓને કહાની આવરી લેવામાં આવી છે કે જેમણે કોઈ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કર્યું હોય, ત્યારે આજે પાંચમાં નોરતો આપણે વાત કરવી છે બોટાદની એક એવી દીકરી જેણે પોતાના અભ્યાસની સાથે પોતાની કલાને પણ જીવંત રાખી એમાં આગળ વધી છે, કે જેમની વાત આજના સમયના યુવાનોને જીવન જીવવા માટે પ્રેરણાબળ રૂપી સાબિત થશે.


4 ભાષામાં 150થી વધુ કાવ્યોની રચના કરી

કવિ બોટાદકરની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એવી સાહિત્ય, સંગીત અને કલાની ભૂમિ એટલે બોટાદની દીકરી ઈશા નાગર. ઈશાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ બોટાદમાં જ કર્યો છે અને ત્યાર પછીના અભ્યાસમાં IITE ગાંધીનગર ખાતે B.Sc. B.Ed. Mathematics પૂર્ણ કરી તે IITEમાં જ M.Sc. M.Ed. કરી રહ્યા છે.

ઈશાની સિદ્ધિ વિશે વાત કરીએ તો ગુજરાત સાહિત્ય અકાદમીએ જેમના પુસ્તકને મંજૂરી આપી એવા બાળકાવ્ય સંગ્રહ "રંગભર્યા આકાશમાં..." જેમનું પૂજ્ય મોરારીબાપુના હસ્તે વિમોચન થયું છે. ઈશાએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી એમ 4 ભાષામાં 150થી વધુ કાવ્યોની રચના કરી છે જે સમયાંતરે વિવિધ વર્તમાન પત્રોની કોલમોમાં પ્રકાશિત થતા રહે છે. ઈશાએ નેશનલ લેવલની ટીચિંગ સ્કિલ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે.

વક્તૃત્ત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, નૃત્ય વગેરે સ્પર્ધામાં શિલ્ડ સર્ટિફિકેટની સદી ફટકારી

આ ઉપરાંત ગુજરાત સરકારના બાયસેગ સ્ટુડિયોમાં જેમના TLMનું વીડિયો રેકોર્ડીંગ થયેલું છે. હાલ તેઓ ભારતીય શાસ્ત્રીય કંઠીય સંગીતની પણ તાલીમ લઈ રહ્યા છે. સાથે સાથે કાવ્ય લેખન, સંગીત ગાયન સ્પર્ધા, હાર્મોનિયમ વાદન, વક્તૃત્ત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, નૃત્ય વગેરે સ્પર્ધામાં શિલ્ડ સર્ટિફિકેટની સદી ફટકારી છે. આ સિવાય ઈશા બેડમિન્ટનની સ્ટેટ લેવલ તેમજ ચેસમાં તેઓ AIU નેશનલ ચેમ્પિયનશીપ રમેલા છે.

આજના યુવાઓને પ્રોત્સાહિત કરતા ઈશા જણાવે છે કે, “આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિએ કોઈ પણ કલા સાથે ચોક્કસપણે જોડાયેલું રહેવું જોઈએ. કલા માણસને જીવનના સંઘર્ષો સાથે લડવા માટે શક્તિ પૂરી પાડે અને યુવાનો માટે રમત ગમત કે કલા પ્રત્યે રસ હોવો એ ખૂબ જ જરૂરી છે જે તેમને અભ્યાસમાં પણ ખૂબ મદદરૂપ બને છે સાથોસાથ કાર્ય કરવા માટે એક નવી ઉર્જા પૂરી પાડે છે.”

બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા “નવગુર્જરી... નવશકિત” શ્રેણી અંગે વાત કરતા ઈશાએ જણાવ્યું હતું કે “આ શ્રેણી મારફતે જિલ્લાની તમામ દીકરીઓને પ્રોત્સાહન મળી રહેશે. તેમ જ મહિલાઓ પોતે એકસાથે ઘણા બધા કાર્યોમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશે એવો આત્મવિશ્વાસ આવશે.”