Botadના ધરતીપુત્રએ કર્યુ મોટુ કામ, મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા બિરદાવવામાં આવી કામગીરી
ટેક્નોલોજી, કૌશલ્ય અને મહેનત.આ ત્રણેય પાસાઓનો સુભગ સમન્વય થાય એટલે સફળતા ચોક્કસ મળે છે. આ વાતને સાર્થક કરતા બોટાદના ધરતીપુત્ર રમેશભાઈ બદ્રેશિયાની કામગીરીની મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા બિરદાવવામાં આવી છે. ત્યારે આ ધરતી પુત્રની મુલાકાતે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીઅક્ષય બુડાનિયા તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ રચનાત્મક સંવાદ સાધ્યો હતો અને તેમની ખેતી વિશે માહિતી મેળવી હતી. ખાસ ડિવાઈસ લગાવ્યું જેવી રીતે મનુષ્યોને જીવન જીવવા માટે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આહાર, પાણી, ઓક્સિજનની જરૂર હોય છે તેવી જ રીતે ખેતીમાં પણ પાકને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. જો તેનો ખ્યાલ રાખવામાં આવે તો જ પાક સમૃદ્ધ રહે છે, અને તેમાં પણ પ્રાકૃતિક કૃષિથી પાકને બમણી તંદુરસ્તી મળે છે.આ વિચાર સાથે ખેતી કરતા બોટાદનાં રાણપુર તાલુકાનાં મોટી વાવડી ગામનાં રમેશભાઇ વાલજીભાઇ બદ્રેશિયા દ્વારા પોતાનાં ખેતર પર રાણપુર ખેડૂત ઉત્પાદન સંગઠનનાં સહયોગ એક ખાસ ડિવાઈસ લગાવવામાં આવ્યું છે. 15 જેટલા સેન્સર લગાવવામાં આવ્યા આ ડિવાઈસની વિશેષતાની વાત કરીએ તો, તેમા 15 જેટલા સેન્સર લગાવવામાં આવ્યા છે. જેની મદદથી જમીનમાં ભેજનું નિરીક્ષણ, વરસાદનું ટ્રેકિંગ, રોગ અને જીવાતની આગાહી, પોષક તત્વો અને પાણીની જરૂરિયાતો સહિતની બાબતો વિશે જાણી શકાય છે.રમેશભાઈ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. માટે તેમનું ખેતર અગાઉથી જ સમૃદ્ધ છે અને હવે ટેકનોલોજીના ઉપયોગ વડે તેમને વાવેતરમાં 20થી 25 ટકા જેટલો ફાયદો થવાની શક્યતા છે. ત્યારે આ ધરતી પુત્ર બોટાદ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઝરણું બન્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ટેક્નોલોજી, કૌશલ્ય અને મહેનત.આ ત્રણેય પાસાઓનો સુભગ સમન્વય થાય એટલે સફળતા ચોક્કસ મળે છે. આ વાતને સાર્થક કરતા બોટાદના ધરતીપુત્ર રમેશભાઈ બદ્રેશિયાની કામગીરીની મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા બિરદાવવામાં આવી છે. ત્યારે આ ધરતી પુત્રની મુલાકાતે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીઅક્ષય બુડાનિયા તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ રચનાત્મક સંવાદ સાધ્યો હતો અને તેમની ખેતી વિશે માહિતી મેળવી હતી.
ખાસ ડિવાઈસ લગાવ્યું
જેવી રીતે મનુષ્યોને જીવન જીવવા માટે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આહાર, પાણી, ઓક્સિજનની જરૂર હોય છે તેવી જ રીતે ખેતીમાં પણ પાકને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. જો તેનો ખ્યાલ રાખવામાં આવે તો જ પાક સમૃદ્ધ રહે છે, અને તેમાં પણ પ્રાકૃતિક કૃષિથી પાકને બમણી તંદુરસ્તી મળે છે.આ વિચાર સાથે ખેતી કરતા બોટાદનાં રાણપુર તાલુકાનાં મોટી વાવડી ગામનાં રમેશભાઇ વાલજીભાઇ બદ્રેશિયા દ્વારા પોતાનાં ખેતર પર રાણપુર ખેડૂત ઉત્પાદન સંગઠનનાં સહયોગ એક ખાસ ડિવાઈસ લગાવવામાં આવ્યું છે.
15 જેટલા સેન્સર લગાવવામાં આવ્યા
આ ડિવાઈસની વિશેષતાની વાત કરીએ તો, તેમા 15 જેટલા સેન્સર લગાવવામાં આવ્યા છે. જેની મદદથી જમીનમાં ભેજનું નિરીક્ષણ, વરસાદનું ટ્રેકિંગ, રોગ અને જીવાતની આગાહી, પોષક તત્વો અને પાણીની જરૂરિયાતો સહિતની બાબતો વિશે જાણી શકાય છે.રમેશભાઈ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. માટે તેમનું ખેતર અગાઉથી જ સમૃદ્ધ છે અને હવે ટેકનોલોજીના ઉપયોગ વડે તેમને વાવેતરમાં 20થી 25 ટકા જેટલો ફાયદો થવાની શક્યતા છે. ત્યારે આ ધરતી પુત્ર બોટાદ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઝરણું બન્યા છે.