BJPના સભ્ય બન્યા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, સદસ્યતા અભિયાનમાં કરાવ્યું રજીસ્ટ્રેશન

ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન રાજ્ય સહિત સમગ્ર દેશમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ હવે ભાજપના સભ્ય બન્યા છે અને ભાજપના સદસ્યતા કેમ્પેઈનમાં પોતાના નામનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપના નેતા અને ધારાસભ્ય છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 3 સપ્ટેમ્બરથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનને પ્રથમ દિવસે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા હતા અને આ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયત્ન કરજો: CR પાટીલ જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને તે દરમિયાન સંબોધન કરતા તેમને જણાવ્યું હતું કે સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયત્ન કરજો. લોકસભા ચૂંટણી પછી દેશભરમાં સંગઠનમાં થોડી સિથિલતા અને નિરાશા છે. ગુજરાતમાં 1 સીટ ઓછી આવી છે તેનો અપયશ મેં લઈ જવાબદારી સ્વીકારી છે. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ મંત્રી, સાંસદો, ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો હાજર રહ્યા હતા. બંધારણ પ્રમાણે પાર્ટી ચાલે છે: PM મોદી આ પહેલા 2 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન 2024ના પ્રારંભે કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે ભાજપ તેના બંધારણ મુજબ ચાલે છે. આ પહેલા પીએમ મોદીએ નવી દિલ્હીમાં પાર્ટીની નવી સદસ્યતા લઈને ભાજપ રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન 2024નું ઉદ્ઘાટન કર્યું હતું અને પીએમ મોદીએ મિસ્ડ કોલ આપીને ભાજપનું સભ્યપદ લીધું હતું અને સભ્યપદ અભિયાનના પ્રથમ સભ્ય બન્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કરતા કહ્યું હતું કે, આ પાર્ટી આ રીતે અહીં સુધી પહોંચી નથી. ઘણી પેઢીઓએ આ પાર્ટી બનાવવા માટે પોતાનું બલિદાન આપ્યું છે. હું જ્યારે રાજકારણમાં ન હતો, ત્યારે પણ જનસંઘના જમાનામાં કાર્યકરો ઉત્સાહ સાથે દીવાલો પર દીવા પેઈન્ટ કરતા હતા અને ઘણા રાજકીય પક્ષના નેતાઓ તેમના ભાષણોમાં મજાક ઉડાવતા હતા કે દીવાલો પર દીવા પેઈન્ટ કરવાથી સત્તાના કોરિડોર સુધી પહોંચી શકાતું નથી.

BJPના સભ્ય બન્યા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, સદસ્યતા અભિયાનમાં કરાવ્યું રજીસ્ટ્રેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન રાજ્ય સહિત સમગ્ર દેશમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ હવે ભાજપના સભ્ય બન્યા છે અને ભાજપના સદસ્યતા કેમ્પેઈનમાં પોતાના નામનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપના નેતા અને ધારાસભ્ય છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 3 સપ્ટેમ્બરથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનને પ્રથમ દિવસે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા હતા અને આ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.


સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયત્ન કરજો: CR પાટીલ

જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને તે દરમિયાન સંબોધન કરતા તેમને જણાવ્યું હતું કે સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયત્ન કરજો. લોકસભા ચૂંટણી પછી દેશભરમાં સંગઠનમાં થોડી સિથિલતા અને નિરાશા છે. ગુજરાતમાં 1 સીટ ઓછી આવી છે તેનો અપયશ મેં લઈ જવાબદારી સ્વીકારી છે. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ મંત્રી, સાંસદો, ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો હાજર રહ્યા હતા.

બંધારણ પ્રમાણે પાર્ટી ચાલે છે: PM મોદી

આ પહેલા 2 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન 2024ના પ્રારંભે કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે ભાજપ તેના બંધારણ મુજબ ચાલે છે. આ પહેલા પીએમ મોદીએ નવી દિલ્હીમાં પાર્ટીની નવી સદસ્યતા લઈને ભાજપ રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન 2024નું ઉદ્ઘાટન કર્યું હતું અને પીએમ મોદીએ મિસ્ડ કોલ આપીને ભાજપનું સભ્યપદ લીધું હતું અને સભ્યપદ અભિયાનના પ્રથમ સભ્ય બન્યા હતા.

વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કરતા કહ્યું હતું કે, આ પાર્ટી આ રીતે અહીં સુધી પહોંચી નથી. ઘણી પેઢીઓએ આ પાર્ટી બનાવવા માટે પોતાનું બલિદાન આપ્યું છે. હું જ્યારે રાજકારણમાં ન હતો, ત્યારે પણ જનસંઘના જમાનામાં કાર્યકરો ઉત્સાહ સાથે દીવાલો પર દીવા પેઈન્ટ કરતા હતા અને ઘણા રાજકીય પક્ષના નેતાઓ તેમના ભાષણોમાં મજાક ઉડાવતા હતા કે દીવાલો પર દીવા પેઈન્ટ કરવાથી સત્તાના કોરિડોર સુધી પહોંચી શકાતું નથી.