Bhuj અને બાંદ્રા ટર્મિનસની વચ્ચે બે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવે દોડાવશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણો ટ્રેનોનો સમય 01-ટ્રેન નંબર 09472/09471 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ [4 ટ્રીપ્સ] 02-ટ્રેન નંબર 09472 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 અને 29 ડિસેમ્બર, 2024 (રવિવાર)ના રોજ ભુજથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 23 અને 30 ડિસેમ્બર, 2024 (સોમવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 12.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે ભુજ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન ગાંધીધામ, સામાખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી I-ટાયર, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સામાન્ય વર્ગના કોચ હશે. ટ્રેન નંબર 09474/09473 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ [2 ટ્રિપ્સ] ટ્રેન નંબર 09474 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 25મી ડિસેમ્બર, 2024 (બુધવાર)ના રોજ ભુજથી 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 26મી ડિસેમ્બર, 2024 (ગુરુવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.55 કલાકે ઉપડશે અને તેજ દિવસે 23.30 કલાકે ભુજ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન આદિપુર, સામાખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે. ઓનલાઈન બુકિંગ થઈ શકશે ટ્રેન નંબર 09472/09471 અને 09474/09473 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરુ થશે.યાત્રી ટ્રેનો ના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો,www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. ટ્રેન નંબર 04065/04066 સાબરમતી-દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશિયલ (3 ટ્રીપ) ટ્રેન નંબર 04065 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 23, 26 અને 30 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.15 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે.એ જ રીતે, ટ્રેન નંબર 04066 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 25 અને 29 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી સરાય રોહિલ્લા થી સવારે 08.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 02.10 કલાકે સાબરમતી પહોંચશે.આ ટ્રેન માર્ગ માં બન્ને દિશાઓમાં ગાંધીનગર કેપિટલ, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ એસી 3-ટાયર કેટેગરીના આરક્ષિત કોચ હશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જાણો ટ્રેનોનો સમય
01-ટ્રેન નંબર 09472/09471 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ [4 ટ્રીપ્સ]
02-ટ્રેન નંબર 09472 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 અને 29 ડિસેમ્બર, 2024 (રવિવાર)ના રોજ ભુજથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 23 અને 30 ડિસેમ્બર, 2024 (સોમવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 12.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે ભુજ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન ગાંધીધામ, સામાખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી I-ટાયર, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સામાન્ય વર્ગના કોચ હશે.
ટ્રેન નંબર 09474/09473 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ [2 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09474 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 25મી ડિસેમ્બર, 2024 (બુધવાર)ના રોજ ભુજથી 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 26મી ડિસેમ્બર, 2024 (ગુરુવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.55 કલાકે ઉપડશે અને તેજ દિવસે 23.30 કલાકે ભુજ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન આદિપુર, સામાખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ઓનલાઈન બુકિંગ થઈ શકશે
ટ્રેન નંબર 09472/09471 અને 09474/09473 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરુ થશે.યાત્રી ટ્રેનો ના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો,www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ટ્રેન નંબર 04065/04066 સાબરમતી-દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશિયલ (3 ટ્રીપ)
ટ્રેન નંબર 04065 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 23, 26 અને 30 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.15 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે.એ જ રીતે, ટ્રેન નંબર 04066 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 25 અને 29 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી સરાય રોહિલ્લા થી સવારે 08.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 02.10 કલાકે સાબરમતી પહોંચશે.આ ટ્રેન માર્ગ માં બન્ને દિશાઓમાં ગાંધીનગર કેપિટલ, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ એસી 3-ટાયર કેટેગરીના આરક્ષિત કોચ હશે.