Bhavnagar : ગુંદરણા સેવા સેતુમા અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામા આવ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
25
મહુવા તાલુકાના ગુંદરણા ગામે આજે ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણકારી સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોને સરકારી યોજનાઓ, વિવિધ પ્રમાણપત્રો તથા જરૂરી સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થળ પર જ અરજીઓ સ્વીકારી શક્ય તેટલી સેવાઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો દ્વારા પોતાની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા અરજદારોને તેમની સમસ્યાઓના નિરાકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહુવા મામલતદાર ગીરીરાજસિંહ જાડેજા તથા Aટીડીઓ વિરાસભાઈ જીલ્લા પંચાયતના સદસ્ય કિશોર મકવાણા તથા પૂર્વ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન રૂખડભાઈ ચૌહાણ તથા સંરપચ મીઠાભાઈ સાડીસ તથા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

