Bhavnagar Rain News : ભાવનગરના તળાજામાં 4 ઈંચ વરસાદ, ચાર દિવસના કમોસમી વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર, જુઓ Video
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં છેલ્લા 24 કલાકથી વરસાદે તબાહી મચાવી છે. તળાજામાં 4 ઇંચ, મહુવામાં બે ઇંચ અને ગારિયાધારમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મહુવા વિસ્તારમાં ચાર દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા પાકને નુકસાન થયું. 4 દિવસથી ચાલતા વરસાદે જાણે ભાવનગરને બાનમાં લીધું હોય તેવું લાગે છે.
કમોસમી વરસાદથી વધી લોકોને હાલાકી
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામા કમોસમી વરસાદે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. ચાર ચાર દિવસથી કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જામ્યો છે. કમોસમી વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું. ગત રાત્રિથી સવાર સુધીમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આખાય પંથકમાં કમોસમી વરસાદ વરસી રહયો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ઘોઘમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વરસાદને પગલે દિહોર-ભદ્રાવળનો માર્ગ બંધ થઇ ગયો છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદનું જોર રહેશે જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ ખાબકી શકે છે. કમોસમી વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. લોકોને રોજિંદા કામો કરવામાં મુશ્કેલીના સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ જળબંબાકાર થતા વાહનચાલકો હાલાકી સામનો કરી હ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

