Bhavnagar News : સિહોર તાલુકાના દેવગાણા ગામે શહિદ જવાનના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહીદ જવાન તા. ૨૨/૦૫/૨૦૨૫ના રોજ ફરજ બજાવતા ફરજ દરમિયાન શહીદ થયા હતા. બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં થયેલ અથડામણ દરમિયાન શ્રી મેહુલભાઈ સોલંકી શહીદ થયા હતા. તેઓ મૂળ વતન મુ.પો. દેવગાણા, તા. સિહોર, જિ. ભાવનગરના રહેવાસી હતા.
શહીદ થયેલ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
શહીદ જવાનના માતા નાનુબેન નંદલાલભાઈ સોલંકીને શહીદ પરિવાર પ્રત્યે સરકારની સંવેદનશીલતાના પ્રતિકરૂપે રૂ. ૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સી.આર.પી.એફ. ના જવાનો દ્વારા નકસલવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ થયેલ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Railway News : 19 ફેબ્રુઆરીથી પશ્ચિમ રેલવે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ટ્રેન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

