Bhavnagar News : ભાવનગરના પાલીતાણા ડિવિઝનમાં PGVCLની મેગા ડ્રાઈવ, વીજચોરોને રૂ.38.67 લાખનો દંડ ફટકાર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પીજીવીસીએલ દ્વારા 3 તાલુકામાં ચેકિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને PGVCLના 125થી કર્મચારીઓની કાફલા સાથે કામગીરી દરોડામાં 89 ગ્રાહકો વીજચોરી કરતા રંગેહાથ ઝડપ્યા છે, PGVCLના દરોડાના પગલે વીજચોરી કરતામાં ફફટાડ વ્યાપ્યો છે, છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ડ્રાઈવ કરવામાં આવી છે.
પાલીતાણા ડિવિઝનમાં PGVCLની મેગા ડ્રાઈવ
ખોટી રીતે વીજ કનેકશન લઈને વીજની ચોરી કરતા લોકો સામે પીજીવીસીએલની મેગા ડ્રાઈવ સામે આવી છે, ડ્રાઈવમાં વીજચોરોને રૂ.38.67 લાખનો દંડ ફટકાર્યો છે અને ગેરકાયદે જોડાણ કટ કર્યા છે, પાલીતાણા, ગારિયાધાર અને તળાજા તાલુકામાં આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ત્રણ તાલુકામાં ચેકિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે, PGVCLના 125થી કર્મચારીઓના કાફલા સાથે કામગીરી કરવામાં આવી હતી.
દંડની રકમ ન ભરે તો ફોજદારી કાર્યવાહી કરાશે
PGVCL ભાવનગર સર્કલ નીચેના વિસ્તારોમાં PGVCL કોર્પોરેટ ટીમોએ ચાલુ સપ્તાહમાં પાંચ દિવસની કાર્યવાહીમાં રૂ.150 લાખ જેટલી રકમની વીજચોરી પકડી છે. વીજ ચેકિંગની કાર્યવાહીમાં કુલ 389 ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં વીજચોરી કરનાર વ્યક્તિ કે ગ્રાહક વીજચોરીની દંડની રકમ ન ભરે તો ફોજદારી કાર્યવાહી થશે.
આ પણ વાંચો : Surat News : સુરતમાં પાણીની ટાંકીમાં ગૂંગળામણથી 4 શ્રમિકના મોતનો કેસ, કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો પોલીસે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

