Bhavnagar News: ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબંધની મર્યાદા લોપ, કમળેજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સામે શિક્ષણ વિભાગે પછાડયો દંડો

Jul 3, 2025 - 23:00
Bhavnagar News: ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબંધની મર્યાદા લોપ, કમળેજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સામે શિક્ષણ વિભાગે પછાડયો દંડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબંધની મર્યાદા લોપ કરતી અવાંચ્છિત ઘટના ભાવનગર તાલુકાની કમળેજ પ્રાથમિક શાળામા ઘટી છે. ભાવનગર તાલુકાની કમળેજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક છાત્રો પાસે કાર ધોવડાવતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પ્રાથમિક શિક્ષણ વિભાગ હરકતમાં આવીને મુખ્ય શિક્ષકને નોટિસ ફટકારીને ખુલાસો પુછતા શિક્ષણ વિભાગમાં હલચલ મચી ગઈ છે.

શિક્ષણ વિભાગ તેમજ સરકારની છબી ખરડાઈ

આ અંગે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે કમળેજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને ફટકારાયેલી નોટિસમાં જણાવ્યા અનુસાર કમળેજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિજયભાઈ એન પુરોહિત દ્વારા શાળા સમય દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ પાસે પોતાની કાર ધોવડાવતા હોવાનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાથી તમારા આ બેજવાબદાર અને નિયમ વિરૂદ્ધના વર્તનના કારણે શિક્ષણ વિભાગ તેમજ સરકારની છબી ખરડાઈ છે. આપ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ પાસે પોતાની કારને ધોવડાવી વિદ્યાર્થીઓ પાસે નિયમ વિરૂદ્ધ અંગત કામ કરાવો છે. આમ, તમારા દ્વારા આ ગેરવર્તણુંક કરી તમારી કરજમાં નિષ્ઠાનો અભાવ દાખવ્યો છે.

આથી તમારી આ ગેરવર્તણુંક બદલ ગુજરાત પંચાયત શિસ્ત અને અપિલના નિયમો 1997 મુજબ નિયમાનુસારની કાર્યવાહી શા માટે ન કરવી ? તે અંગેનો લેખિત ખુલાસો જરૂરી આધાર સહિત 7 દિવસમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરવા જણાવવામાં આવે છે. સમયમર્યાદામાં ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો કોઈ રજૂઆત કરવા માગતા નથી તેમ માનીને નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ નોટિસમાં જણાવાયુ હતું.

ચાલુ વર્ગે અનેક શિક્ષકો શેરબજારના સોદા પાડતા હોય છે

ચાલુ કલાસમાં અનેક પ્રાથમિક શાળાના શિક્ષકો શેરબજારના સોદા પાડતા હોય છે. શેરબજારના સોદા પાડવા માટે તેઓ મોબાઈલ પણ બીજો વાપરતા હોવાથી છટકી જાય છે. ત્યારે શિક્ષણ વિભાગે નોકરી દરમિયાન શિક્ષણ સિવાય અન્ય પ્રવૃતિઓ કરતા શિક્ષકો સામે કડક પગલા ભરશે ? તેવો તોતર મણનો સવાલ ઉઠયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0