Bhavnagar news: ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે મોડી રાત્રે ધરા ધૃજી, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગયા

Oct 1, 2025 - 19:30
Bhavnagar news: ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે મોડી રાત્રે ધરા ધૃજી, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઢડા તાલુકાના ખોપાળા, વિરડી અને કાપરડી ગામમાં મોડી રાતથી વહેલી સવાર સુધીમાં ધરતીકંપના હળવા આંચકા અનુભવાયા હતા.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીમાં ત્રણથી ચાર ધ્રુજારી લોકોએ અનુભવી હતી.આંચકાના પગલે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ધરા ધ્રુજાવાની જાણ થતા ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સર્કલ ઓફિસર દ્વારા વિરડી સહિતના ગામોની મુલાકાત કરી જાગૃતિ રાખવા અને ડરનો‌ માહોલ નહી ફેલાવા મિટિંગ યોજી આંચકા અનુભવાયા હોવાની પુષ્ટિ કરી હતી.

નાના ભૂકંપો લગભગ સમાન કદના અને વારંવાર થાય છે

આ બાબતે રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સ્થાનિક કક્ષાએ સંકલન કરી માહિતી મેળવી વૈજ્ઞાનિક ઢબે તારણ મુજબ ધરતીકંપ નહી પરંતુ ભૂકંપ સ્વોર્મ એટલે ઘણા નાના ભૂકંપોનો સમૂહ, જે થોડા દિવસો કે અઠવાડિયા કે મહીના સુધી એક જ વિસ્તારમાં સતત થાય છે.સામાન્ય રીતે મોટો ભૂકંપ થાય પછી નાના આફ્ટરશોક્સ આવે.પરંતુ સ્વોર્મમાં બધા નાના ભૂકંપો લગભગ સમાન કદના અને વારંવાર થાય છે.મોટા ભાગે આ સ્વોર્મ આપોઆપ બંધ થઈ જતા મોટું નુકસાન નથી કરતા. સૌરાષ્ટ્રમાં નીચેની જમીન ખૂબ જ જૂના પથ્થરો અને તૂટેલી ભૂગર્ભ ભંગાળોથી બનેલી છે.

લોકો માટે સૌથી મહત્વનું શાંતિ રાખવી અને તૈયાર રહેવું

આ ભંગાળાઓ કમજોર હોવાથી ક્યારેક ફરીથી હિલચાલ કરે છે.અહીંનો વિસ્તાર મોટા ભાગે કાળા બસાલ્ટ પથ્થરોનો છે જેમાં અનેક ફાટા અને ચીરાઓ હોવાથી જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ પાણી ચીરાઓમાંથી અંદર સુધી પહોંચતા પાણી અંદર જઈને દબાણ વધારે છે. જેના કારણે જૂના ભંગાળાઓ સરકતા એક મોટો ભૂકંપ ન આવી અનેક નાના ઝટકા થાય છે. આ વર્ષે ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદ પડવાના લીધે કદાચ વધારાના પાણીના કારણે હાલના ધ્રૂજારા શરૂ થયા હોવાનુ અને લોકો માટે સૌથી મહત્વનું શાંતિ રાખવી અને તૈયાર રહેવું. હાલ સુધી બધા ઝટકા નાના છે અને કોઈ નુકસાન થયું નથી

હાલ સુધી બધા ઝટકા નાના છે અને કોઈ નુકસાન થયું નથી. છતાં થોડા સરળ પગલાં લેવા જરૂરી છે. ઘરમાં ભારે વસ્તુઓ સારી રીતે કસી રાખવી, ધ્રૂજારા સમયે ક્યાં સુરક્ષિત રહેવું તે જાણી લેવું, અને પાણી, ટોર્ચ, દવા જેવી જરૂરી વસ્તુઓ સાથે નાનો કિટ તૈયાર રાખવી. જો ધ્રૂજારો આવે તો ઘરમાં હો તો મજબૂત ટેબલ નીચે બેસી જવું અથવા અંદરની દિવાલ પાસે ઉભા રહેવું. બહાર હો તો મકાન, વીજના થાંભલા અને ઝાડથી દૂર રહેવું. સૌરાષ્ટ્રમાં ભૂકંપ સ્વોર્મ સામાન્ય બાબત છે અને મોટા ભાગે તે મોટાં ભૂકંપમાં બદલાતા નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0