Bhavnagar : સિવિલમાં વેન્ટિલેટર કાઢી લેતા યુવકના મોતના આક્ષેપથી ખળભળાટ: 2 જુનિયર ડૉક્ટરો સામે તપાસ મુકાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર શહેરની સરકારી સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી તબીબી જગતને હચમચાવી દેનારી એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ રહેલા એક નિર્દોષ યુવકનું વેન્ટિલેટર કથિત રીતે કાઢી લેવાના કારણે મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારીના આક્ષેપો બાદ સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્ર દ્વારા આ મામલે કડક તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
2 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ગંભીર બેદરકારી
મળતી માહિતી મુજબ, મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડ્યુટી પર હાજર 2 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ગંભીર બેદરકારીના કારણે જ તેમના વહાલસોયા યુવકે જીવ ગુમાવ્યો છે.
બંને ડોક્ટરોને કામથી અળગા કરી દેવાયા
આ ઘટનાની ગંભીરતા અને લોકોના રોષને જોતા હોસ્પિટલ પ્રશાસન તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. બંને આરોપી જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્પિટલની તમામ તબીબી કામગીરીથી તાત્કાલિક ધોરણે અળગા કરી દેવામાં આવ્યા છે અને સત્તાવાર રીતે મેમો આપી તેમની સામે આકરી વહીવટી કાર્યવાહી શરૂ કરાઈ છે. 3 સિનિયર ડૉક્ટરોની તપાસ સમિતી રચાઇ
આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા 3 સિનિયર ડૉક્ટરોની એક હાઈ-લેવલ તપાસ સમિતિ ની રચના કરવામાં આવી છે. આ ખાસ કમિટી દ્વારા ઘટના સમયે આઈસીયુ વોર્ડમાં હાજર તમામ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા ગાર્ડ અને બંને જુનિયર ડૉક્ટરોના કડક નિવેદનો નોંધવામાં આવશે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ જો ડૉક્ટરો દોષિત સાબિત થશે તો વધુ કાર્યવાહી થઇ શકે છે. ઼
આ પણ વાંચો----- Gujarat Latest News live : આણંદના ચિખોદરા ગામે ફટાકડા ગોડાઉનમાં આગ, ફટાકડાના જથ્થા કારણે આગ વધુ ભયજનક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

